ઇન્ટરનેશનલ

હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમની મોટી જાહેરાત, ઇઝરાયલ સામે ઝૂકશે નહીં

બૈરુત: હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમે એક મોટી જાહેરાત કરી છે. કાસિમે કહ્યું છે કે તેઓ ક્યારેય ઇઝરાયલ સામે ઝૂકશે નહીં. ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાનો અર્થ દુશ્મન સાથે સમાધાન અને અપમાન કરવાનો છે.

અમે તેના કબજાને કાયદેસર બનાવવાની પ્રક્રિયાનો ભાગ નહીં બનીએ. કાસિમે કહ્યું કે લેબનોનના લોકો ક્યારેય ઇઝરાયલ સમક્ષ શરણાગતિ સ્વીકારશે નહીં અને ન તો તેઓ આ અપમાન સહન કરશે. હિઝબુલ્લાહની આ જાહેરાત સાથે ઇઝરાયલ સાથે યુદ્ધવિરામના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે.

આપણ વાંચો: Israel અને હિઝબુલ્લાહ વચ્ચે સીઝ-ફાયર, આ શરતો લાગુ રહેશે

ઇઝરાયલ સાથે સમાધાન એ પેલેસ્ટિનિયન સંઘર્ષ સાથે વિશ્વાસઘાત

કાસિમે કહ્યું કે ઇઝરાયલ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન પેલેસ્ટિનિયન સંઘર્ષ સાથે વિશ્વાસઘાત હશે. હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમારું સંગઠન ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં કોઈપણ પ્રયાસનો વિરોધ કરે છે.

તેમણે તેને માત્ર શરણાગતિ જ નહીં, પણ તેને પેલેસ્ટિનિયન સંઘર્ષ સાથે વિશ્વાસઘાત પણ ગણાવ્યો. કાસિમે કહ્યું કે ઇઝરાયલ સાથેનો કોઈપણ કરાર “તેના કબજાની કાયદેસરતા” સ્વીકારવા સમાન હશે, જેને હિઝબુલ્લાહ કોઈપણ સ્વરૂપમાં માન્યતા આપશે નહીં.

આપણ વાંચો: Israel Hezbollah War: હિઝબુલ્લાહ એ ઈઝરાયેલ પર 250 થી વધુ રોકેટથી હુમલો કર્યો, સાત લોકો ઘાયલ

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ શું છે ?

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ દાયકાઓથી ચાલી રહ્યો છે અને મુખ્યત્વે રાજકીય, ધાર્મિક, લશ્કરી અને પ્રાદેશિક સર્વોપરિતા વિશે છે. હિઝબુલ્લાહ એક શિયા મુસ્લિમ આતંકવાદી અને રાજકીય સંગઠન છે જેની સ્થાપના 1982 માં લેબનોનમાં થઈ હતી જ્યારે ઇઝરાયલે લેબનોન પર આક્રમણ કર્યું હતું.

હિઝબુલ્લાહને ઇરાન દ્વારા ટેકો આપવામાં આવે છે અને તે લેબનોનની રાજનીતિ અને લશ્કરી પ્રવૃત્તિઓમાં એક શક્તિશાળી બળ છે. તેનો સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે તેણે ઇઝરાયલ સામે મુક્તિ સંઘર્ષ ચલાવ્યો.

આપણ વાંચો: Israel-Hamas war: હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો નઇમ કાસિમ, નસરુલ્લાહનું લેશે સ્થાન…

દક્ષિણ લેબનોન પર ઇઝરાયલી કબજો

ઇઝરાયલે 1982 માં દક્ષિણ લેબનોન પર કબજો કર્યો અને 2000 સુધી તેને જાળવી રાખ્યો. આ સમયગાળા દરમિયાન હિઝબુલ્લાહે ગેરિલા યુદ્ધ કર્યું અને પોતાને ઇઝરાયલ સામે “પ્રતિકાર બળ” તરીકે રજૂ કર્યો. 2006 માં, હિઝબુલ્લાહે ઇઝરાયલી સૈનિકોનું અપહરણ કર્યું, જેના જવાબમાં ઇઝરાયલે લેબનોન પર મોટા પાયે હુમલો કર્યો.

આ સંઘર્ષ લગભગ 34 દિવસ સુધી ચાલ્યો અને બંને પક્ષોને ભારે નુકસાન થયું. ત્યારથી, ઇઝરાયલ-લેબનોન સરહદ પર વારંવાર અથડામણો થઈ છે. હિઝબુલ્લાહ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરે છે. જ્યારે ઇઝરાયલ બદલો લે છે.

ગાઝા પર ઇઝરાયલના બદલો લેવાના હુમલા પર હિઝબુલ્લાહ ગુસ્સે છે

આ દરમિયાન 07 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલે તેના દેશ પર હમાસના હુમલા પર ગાઝા સામે ઉગ્ર બદલો લેવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે તાજેતરનો સંઘર્ષ શરૂ થયો.

આ પછી, હિઝબુલ્લાહે હમાસ વતી ઇઝરાયલ સામે યુદ્ધની ઘોષણા કરી. બાદમાં, હિઝબુલ્લાહના અગ્રણી નેતા હસન નસરાલ્લાહ માર્યા ગયા. ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના અન્ય ટોચના કમાન્ડરોને પણ મારી નાખ્યા. ત્યારથી, બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલુ છે. હિઝબુલ્લાહને ઇરાનનો ટેકો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button