હિઝબુલ્લાહે હસન નસરલ્લાહના મોતની કરી પૃષ્ટી: ઈજરાયલી સેનાએ કહ્યું અમે સફળ…

બેરુત: લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું શુક્રવારે ઇઝરાયલી હુમલામાં મોત થયું છે. હિઝબુલ્લાહના એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેના નેતા હસન નસરાલ્લાહની હત્યા કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ પણ હુમલાના થોડા સમય બાદ હસન નસરાલ્લાહના મોતનો દાવો કર્યો હતો. હવે હિઝબુલ્લાએ પણ સ્વીકાર્યું છે કે નસરાલ્લાહનું મોત થયું છે. શનિવારે જારી કરાયેલા હિઝબુલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નસરાલ્લાહ તેના સાથી શહીદોમાં સમાવેશ થઈ ગયો છે. નિવેદનમાં હિઝબુલ્લાએ દુશ્મન વિરુદ્ધ અને પેલેસ્ટાઈનના સમર્થનમાં યુદ્ધ ચાલુ રાખવાના સોગંદ લીધા છે.
આ પણ વાંચો : નેતન્યાહુએ આ દેશોને ગણાવ્યા વિશ્વ માટે વરદાન અને શાપરૂપ દેશો: ભારતનો પણ કર્યો ઉલ્લેખ….

ઇઝરાયેલે શુક્રવારે સાંજે લેબનોનની રાજધાની બેરૂતમાં મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહનું હેડક્વાર્ટરનો નાશ કરી દેવાયો હતો. હુમલા બાદ ઈઝરાયલી આર્મીના ચીફ ઓફ સ્ટાફ હર્જી હલેવીએ હસન નસરાલ્લાહના મોતનો દાવો કર્યો હતો. હલેવીએ કહ્યું હતું કે અમે નસરાલ્લાહને નિશાન બનાવવામાં સફળ રહ્યા છીએ. લગભગ 20 કલાક પછી, હિઝબુલ્લાએ સ્વીકાર્યું કે નસરાલ્લાહ ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો.
હસન નસરાલ્લાહ છેલ્લા ત્રણ દાયકાથી લેબનોનમાં ઈઝરાયલ વિરોધીના પ્રતીક તરીકે રહ્યા હતા. તે હિઝબુલ્લાહનો સૌથી મહત્વપૂર્ણ ચહેરો હતો. ઈરાન અને અલી ખામનેઇ સાથે પણ તેના ખૂબ જ ગાઢ સંબંધો હતા. જો કે અમેરિકા સહિત ઘણા દેશો હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન માને છે. ઈરાનના સંગઠન સાથે સારા સંબંધો હતા.