“અમેરિકાથી મદદ આવી રહી છે, સંઘર્ષ ચાલુ રાખજો”: ઈરાની ક્રાઉન પ્રિંસ રઝા પહલવીએ સેનાને કરી ખાસ અપીલ

તહેરાન: ઈરાનમાં અલી ખામનેઈની સરકાર વિરૂદ્ધ જનઆંદોલન અટકવાનું નામ લઈ રહ્યું નથી. ખામનેઈની સરકારે ઈરાની સેનાને પ્રદર્શનકારીઓને અટકાવવા માટે તૈનાત કરી દીધા છે. સેના અને ઈરાની સેના વચ્ચે થયેલી અથડામણોમાં અત્યારસુધી 2400થી વધુ લોકોના મોત થયા છે. એવામાં ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિંસ રઝા પહલવીએ ઈરાની સેનાને ખાસ સંદેશ આપ્યો છે.
મદદ આવી રહી છે, સંઘર્ષ ચાલુ રાખજો
નિર્વાસિત ક્રાઉન પ્રિંસ રઝા પહલવીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને ઈરાનના નાગરિકો તથા ઈરાની સેનાને સંદેશ આપ્યો છે. ક્રાઉન પ્રિંસ રજા પહલવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મારા દેશવાસીઓ, દુનિયાએ ન માત્ર આપણો અવાજ અને સાહસને સાંભળ્યો અને જોયું છે, તે હવે પ્રતિક્રિયા પણ આપી રહી છે. અત્યારસુધી આપણે કદાચ યુએસએના રાષ્ટ્રપતિનો સંદેશ સાંભળી લીધો હશે. મદદ આવી રહી છે. જે રીતે તમે અત્યારસુધી સંઘર્ષ કરતા આવ્યા છો, તેને ચાલુ રાખજો. આ શાસન વ્યવસ્થાને એવો ભ્રમ પેદા કરવાની મંજૂરી ન આપશો કે જીવન સામાન્ય છે.”
My compatriots,
— Reza Pahlavi (@PahlaviReza) January 13, 2026
The world has not just seen and heard your voice and courage, it is now responding.
By now, you have probably heard the message from the President of the United States. Help is on the way.
Continue the fight, as you have done so far.
Do not allow this regime… https://t.co/KfotmDo0br
દેશવાસીઓની રક્ષા એ તમારું કર્તવ્ય છે
તેમણે આગળ લખ્યું કે, “આ તમામ નરસંહારો બાદ આપણા અને આ શાસન વચ્ચે લોહીનો સાગર વહી રહ્યો છે. આ દરેક અપરાધિઓનું નામ નોંધી લેજો. તેમને તેમની કરણીની સજા અવશ્ય મળશે.”
પ્રિંસ રઝા પહલવીએ ઈરાની સેનાને અપીલ કરતા જણાવ્યું છે કે, “પરંતુ મારી પાસે સેનાના સભ્યો માટે એક વિશેષ સંદેશ પણ છે. તમે ઈરાનની રાષ્ટ્રીય સેના છો. ઇસ્લામી ગણરાજ્યની સેના નહીં. પોતાના દેશવાસીઓના જીવનની રક્ષા કરવી એ તમારું કર્તવ્ય છે. તમારે પાસે વધારે સમય નથી. જેટલું જલ્દી બની શકે તેમની સાથે જોડાઓ.”
રઝા પહલવીના સમર્થનમાં લાગ્યા નારા
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં 27 ડિસેમ્બર, 2025થી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ છે. જેમાં 12 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને અતી ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઈરાનથી નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ લોકોને રસ્તા પર આવવાની અપીલ કરતાની સાથે જ ઈસ્લામિક રિપબ્લિક સામે જુવાળ ઉમટી પડ્યો હતો. રાજધાની તેહરાન સહિત દેશના અંદાજે 50 થી વધુ શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. આ પ્રદર્શનોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, લોકો રઝા પહલવીના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા.
આપણ વાંચો: ઈરાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, વિરોધ પ્રદર્શનો વચ્ચે 2,000 લોકોના મોત



