ચીનમાં હેલ્થ ઈમરજન્સી? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
નવી દિલ્હીઃ દેશ અને દુનિયાના લોકો હજુ પણ કોવિડ-19ની મહામારીએ સર્ઝલી પાયમાલીમાંથી બહાર આવ્યા નથીત્યાં તો ફરી એક સમાચારે તમામના જીવ અધ્ધર કરી દીધા છે. કોવિડનો વાયરસ જ્યાંથી ફેલાયેલો માનવામાં આવે છે તે ચીનમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી હોવાની ખબરો આગની જેમ ફેલાવા માંડી છે.
જોકે કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને સમાચારો ચીનમાં ગંભીર સ્થિતિ હોવાનું સૂચવી રહ્યા છે.
આ વાયરસની આખા વિશ્વમાં અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી WHOએ પણ આ સ્થિતિને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ સહિતના વાયરસની બીમારીના દરદીઓથી હૉસ્પિટલો ઊભરાતી હોવાના અહેવાલો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીના 7,834 કેસ દાખલ થયા છે અને તેમાંથી 170 જણના મોત થયા છે. આ તમામ કેસ ચીનમાં જ બન્યા હોવાનું અહેવાલ જણાવે છે.
ટ્વીટર સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મલ્ટિપલ વાયરસ એપેડેમિક ચીનમાં ફેલાયાના સમાચારોનો મારો ચાલી રહ્યો છે. જોકે આ અંગેના કોઈ સત્તાવાર પુરાવા કે વિગતો કોઈ પાસે નથી કે ચીનમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં કેદ 183 ભારતીય નાગરિકને મુક્ત કરવા વિદેશ મંત્રાલયની અપીલ
Scientist.org નામની એક સંસ્થાએ જણાવ્યું છે કે WHOએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. જોકે અન્ય એજન્સીઓએ આ અંગે હજુ કોઈ ખાસ અહેવાલો આપ્યા નથી. આથી આ સત્તાવાર માહિતી નથી, પરંતુ લોકોના માનસમાં હજુ કોરોના અને લોકડાઉનની યાદો તાજી હોય, આવા નવા વાયરસના ફેલાવાની શક્યતાની ખબરથી ડર પેદા થયો છે.
જોકે આવો કોઈ ડર કે ભય રાખવાની જરૂર નથી. હજુ સત્તાવારા કોઈ માહિતી નથી અને ફરી કોરોના-19 જેવી સ્થિતિ ઊભી થશે તેવા કોઈ ચિહ્નો દેખાતા નથી. આ અંગે ભારત સરકાર તરફથી મળતા અહેવાલોને જ સત્તાવાર માનવા અને અન્ય કોઈ ખબરો પર ભરોસો ન કરવો તેવી અપીલ નિષ્ણાતો કરી રહ્યા છે.