“હસીનાને ભારતમાં શરણ મળવાથી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક” ખાલીદા જિયાની પાર્ટીનું નિવેદન
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. અનામત વિરોધી આંદોલનને લઈને બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતાં શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત આવી ગયા છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટીના BNPના નેતા ખંડાકાર મોશર્રફ હુસૈને કહ્યું, “ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી લીગ પર નિર્ભર નથી. ભારતે પૂર્વ પીએમ શેખ હસીનાને આશ્રય આપ્યો છે, ભારતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આશ્રય આપ્યો છે જેને લઈને બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડે તે સ્વાભાવિક છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર બીએનપી નેતા ખંડાકર મોશર્રફ હુસૈને કહ્યું, “બાંગ્લાદેશ માટે ભારત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાને નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છા સંદેશને આવકાર્યો હતો અને આશા વ્યક્ત કરી કે ભારત મોટા પાયે બળવો કરીને દેશ છોડીને ભાગી ગયેલા અવામી લીગ અને શેખ હસીનાને સમર્થન આપવાનું બંધ કરશે.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પર થયેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રનું કડક વલણ, કહી આ વાત
BNPના અન્ય એક નેતા અબ્દુલ અવલ મિન્ટુએ કહ્યું કે શેખ હસીના દેશ છોડીને ભારત ન નાસી ગયા હોત તો સારું થાત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને તેના લોકો ભારતને મિત્ર તરીકે જુએ છે.
મોશર્રફ હુસૈને કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે તેમણે બાંગ્લાદેશ સરકારમાં મંત્રી તરીકે ફરજો બજાવી છે અને બંને દેશો વચ્ચે ખૂબ સારા સબંધો હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે “ભારત બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે સતત અમારા લોકોને સમર્થન આપ્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સબંધો યથાવત રહેશે.”
આશા છે કે આવામી લીગને ભારત નહિ કરે સમર્થન:
BNP નેતાએ કહ્યું કે બાંગ્લાદેશના લોકોને આશા છે કે ભારત સરકાર હંમેશા અવામી લીગ જેવી ભ્રષ્ટ અને સરમુખત્યારશાહી શાસનને સમર્થન નહીં આપે. તેમણે આશા વ્યક્ત કરી કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ અને લોકો માટે લોકશાહી અધિકારો પુનઃસ્થાપિત કરશે.