ન્યૂ યોર્ક સિટીમાં હરે ક્રિષ્ણા હરે રામાની ધૂન પર આ સુપરહીરો પણ ઝૂમી ઉઠ્યો

હરે ક્રિષ્ણા હરે રામા રામા રામા હરે હરે આ ધૂન ઢોલ અને મંજીરા સાથે વગાડવામાં આવે ત્યારે તેની ધૂમ પર સૌ કોઈને તાળીઓ પાડવાનું મન થાય કે ઝૂમી લેવાનું મન થાય. આવું જ થયું છે ન્યૂ યોર્ક સિટિમાં. અહીંના જાણીતા એવા ટામ સ્ક્વેર ખાતે સંકીર્તન ચાલી રહ્યું હતું અને મહા હરિનામ ગવાઈ રહ્યું હતું ત્યારે અચાનક સ્પાઈડર મેનના ડ્રેસમાં એક વ્યક્તિ આવી અને આ ભજનના તાલે નાચવા માંડી હતી. તેને જોઈ ત્યાં હાજર અન્ય લોકો પણ જોડાયા હતા.
આ ઘટનાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો લોકો બહુ જોઈ રહ્યા છે અને લગભગ બારેક લાખ લોકોએ તેને પસંદ કર્યો છે. આ સાથે નેટિઝન્સે કમેન્ટ્સ પણ કરી છે.
સ્પાઈડર મેન સુપરહીરો તરીકે ખૂબ જ પ્રિય છે. આ પાત્ર અમેઝિંગ ફેન્ટસી નામની કૉમિક સિરિઝ માટે છેક 1962માં સ્ટેન લી અને સ્ટીવ ડીટ્કો દ્વારા રચવામાં આવ્યું હતું. તે બાદ તે કૉમિક્સથી માંડી, ફિલ્મોમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું અને હજુ પણ લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં એટલું જ પ્રિય છે.