યુદ્ધવિરામની સમજૂતી વચ્ચે હમાસે સાત બંધકોને કર્યાં મુક્ત, ઈઝરાયલે સમર્થન આપ્યું
દેર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ગાઝામાં આ મહિનાની શરૂઆતમાં યુદ્ધવિરામ લાગુ થયા બાદ ત્રીજી વખત બંધકો અને કેદીઓની અદલા-બદલી હેઠળ આજે હમાસ સાત બંધકને છોડ્યા છે, જેની ઈઝરાયલે પુષ્ટિ કરી હતી. હાલના તબક્કે આઈડીએફ અને આઈએસએ દળો સાથે ઈઝરાયલના વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે. પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે..
યુદ્ધવિરામ કરાર હેઠળ જે ઇઝરાયલના લોકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે, તેમાં મહિલા સૈનિક અગમ બર્જર (20), અર્બેલ યેહુદ (29) નામની મહિલા અને 80 વર્ષીય પુરુષ ગેદી મોસેજનો સમાવેશ થાય છે. આજે મુક્ત કરાયેલા થાઈ નાગરિકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.
બીજી તરફ ઇઝરાયલની જેલમાંથી મુક્ત થયેલા 110 લોકોમાંથી 30 લોકો ઇઝરાયલીઓ સામે ઘાતક હુમલાના દોષિત ઠર્યા બાદ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. મુક્ત કરાયેલા લોકોમાં ભૂતપૂર્વ ઉગ્રવાદી ઝકારિયા ઝુબેદીનો સમાવેશ થાય છે, જે 2021માં જેલમાંથી ભાગી ગયો હતો. જોકે, થોડા દિવસો પછી તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.
હમાસે ઉત્તરી ગાઝામાં જબાલિયાના વ્યાપક રીતે નષ્ટ થયેલા શહેરની શરણાર્થી શિબિરમાં એક સમારોહમાં 20 વર્ષીય મહિલા ઇઝરાયલી સૈનિક અગમ બર્જરને રેડ ક્રોસને સોંપી હતી.
Also read:24 કલાકમાં હમાસને બીજો એક ફટકોઃ હવે હમાસનો મિલિટરી ચીફ હણાયો
ઇઝરાયલી સરકારે પાછળથી પુષ્ટી કરી હતી કે બર્જર તેના દળોમાં જોડાયેલી હતી. દક્ષિણ શહેર ખાન યુનિસમાં માર્યા ગયેલા હમાસ નેતા યાહ્યા સિનવારના નષ્ટ થયેલા ઘરની સામે અન્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બંનેમાં માસ્ક પહેરેલા આતંકવાદીઓ અને દર્શકો સહિત સેંકડો લોકો હાજર હતા.
ઇઝરાયલના તેલ અવીવના એક ચોકમાં લોકોએ તાળીઓ પાડી અને સીટીઓ વગાડી ખુશી વ્યક્ત કરી હતી. લોકોએ બર્જરને ઇઝરાયલને સોંપવાની તમામ ઘટના મોટી સ્ક્રીન પર જોઇ હતી. કેટલાક લોકોએ “અગમ અમે ઘરે તમારી રાહ જોઈ રહ્યા છીએ” લખેલા બેનર્સ પણ પકડ્યા હતા. નોંધનીય છે કે સાત ઓક્ટોબરના હુમલામાં અપહરણ કરાયેલા પાંચ યુવાન મહિલા સૈનિકોમાં બર્જર એક હતી. અન્ય ચારને શનિવારે મુક્ત કરવામાં આવ્યા હતા.
આજે મુક્ત કરાયેલા અન્ય બે ઇઝરાયલી નાગરિકોમાં 29 વર્ષીય અર્બેલ યેહુદ અને 80 વર્ષીય ગેદી મોસેજનો સમાવેશ થાય છે. મુક્ત થયેલા થાઈ નાગરિકોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. હમાસના હુમલા દરમિયાન ડઝનબંધ ઇઝરાયલી નાગરિકો અને સૈનિકો સાથે અનેક વિદેશી કામદારોને બંધક બનાવવામાં આવ્યા હતા.
482 days ago, these Thai nationals were kidnapped by Hamas into Gaza. Today they are finally free. pic.twitter.com/FkXVATDRW6
— Israel Defense Forces (@IDF) January 30, 2025
યુદ્ધવિરામ સમજૂતી અન્વયે છ અઠવાડિયામાં લગભગ 2,000 પેલેસ્ટાઈનના કેદીને છોડશે, જ્યારે તેના બદલમાં 33 ઈઝરાયલી બંધકોને છોડવામાં આવશે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે સાત બંધકોને વર્તમાન આઈડીએફ અને આઈએસએ દળોની ઈઝરાયલના વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે. આઈડીએફના બંધકોને સલામ કરીએ છીએ અને લોકો ખૂબ ખુશાલ છે. 482 દિવસ પછી ઘરે પહોંચી રહ્યા હોવાથી ખૂબ ખુશાલ છે. થાલેન્ડના નાગરિક સહિત ઈઝરાયલના નાગરિક પણ આઝાદ થયા છે.