આજે વધુ ત્રણ બંધકોને મુક્ત કરશે હમાસ, ઇઝરાયલ 183 પેલેસ્ટેનિયનને મુક્ત કરશે
હમાસે યુધ્ધવિરામ કરારના ભાગરૂપે વધુ ત્રણ ઇઝરાયેલી બંધકને છોડવાની યોજના બનાવી છે, જ્યારે ઇઝરાયલ 183 પેલેસ્ટિનિયનોને મુક્ત કરે તેવી અપેક્ષા છે. આમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 18 જણ છે અને લાંબાગાળાના કેદીઓની સંખ્યા 54 છે અને યુદ્ધ દરમ્યાન ગાઝા પટ્ટીમાં અટકાયતમાં રાખવામાં આવેલા 111 કેદીઓનો સમાવેશ થાય છે. યુદ્ધવિરામની શરતો હેઠળ પહેલા 6 અઠવાડિયામાં હમાસના સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
અગાઉ હમાસે ઇઝરાયલ પર તેમના યુદ્ધવિરામ કરારનો ઉલ્લંઘન કરાર કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને ઇઝરાયલે નકારી કાઢ્યો હતો. શુક્રવારે સાંજે ચાર વાગ્યાની સમય મર્યાદા સુધીમાં હમાસે ત્રણ ઇઝરાયલીઓના નામ જાહેર કર્યા નહોતા. જોકે, ત્યાર બાદ તેણે ત્રણ બંધકના નામ આપતા જણાવ્યું હતું કે ઓહદ બેન અમી, એલી શરાબી અને ઓર લેવીને છોડવામાં આવશે. ઓહદ બેન અમી, એલી શર્બીને કિબુત્સ બેરીથી બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે ઓર લેવીનું નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ દ્વારા એલી શર્બીની પત્ની અને કિશઓરવયની પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
ગાઝા વિશે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું? :-
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ગાઝાની વસ્તીને ઇજિપ્ત અથવા જોર્ડન જેવા બીજા દેશમાં ખસેડવા માંગે છે અને આ નાના દરિયા કાંઠાના પ્રદેશને અમેરિકાના નિયંત્રણ હેઠળ રાખવા માંડે છે જેથી તેને મધ્ય પૂર્વના રિવેરા તરીકે વિકસાવવામાં આવે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ગયા મહિને ઇજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ સાથે કરાયેલા કરારની નાજુકતા પણ પર પણ ભાર મૂક્યો હતો જેને અમેરિકાનો ટેકો છે.