ઇન્ટરનેશનલ

Video: હમાસે વધુ 6 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા; એક બંધકે હમાસના લડવૈયાઓના માથા ચૂમ્યા…

તેલ અવિવ: હમાસ અને ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્દ વિરામ કરાર અંતર્ગત બંને પક્ષોએ બંધકોને છોડવામાં આવી રહ્યા છે. પેલેસ્ટાઇનના આર્મ્ડ રેઝિસ્ટન્સ ગ્રુપ હમાસે શનિવારે વધુ છ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા (Hamase Released Israeli Hostages) છે. મુક્ત કરાયેલા તમામ ઇઝરાયલી બંધકો સલામત અને સ્વસ્થ હાલતમાં દેખાતા હતાં. તેમને રેડ ક્રોસ(Red Cross)ને સોંપવામાં આવ્યા હતા અને પછી મધ્ય ગાઝાના નાસિરતથી ઇઝરાયેલી ફોર્સિઝને પહોંચાડવામાં આવ્યા હતા.

Also read : ‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ

યુદ્દ વિરામ કરાર મુજબ ઇઝરાયલ 602 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. નોંધનીય છે કે ઇઝરાયલ આજે 19 વર્ષથી ઓછી ઉંમરના 100 થી વધુ પેલેસ્ટિનિયન મહિલાઓ અને કેટલાક બાળકોને મુક્ત કરશે.

મુક્ત થયેલા ઇઝરાયલી બંધકો:
મુક્ત કરાયેલા છ બંધકોમાંથી, 27 વર્ષીય એલિયા કોહેન, 22 વર્ષીય ઓમર શેમ ટોવ અને 23 વર્ષીય ઓમર વેનકર્ટનું હમાસ દ્વારા 7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયલમાં નોવા મ્યુઝિક ફેસ્ટીવલ સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું.
40 વર્ષીય તાલ શોહમ અને 39 વર્ષીય અવેરા મેંગિસ્ટુ ગાઝામાં એકલા પ્રવેશ્યા બાદ હમાસે બંધક બનાવ્યા હતાં. આ બંનેને લગભગ એક દાયકા સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા. તેમને આજે દક્ષિણ ગાઝાના રફાહમાં હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. છઠ્ઠા 36 વર્ષીય બંધક હિશામ અલ-સૈયદને પણ ગાઝા શહેરમાંથી હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યો.

હમાસ લડવૈયાઓના માથા ચૂમ્યા:
ત્રણ ઇઝરાયલી બંધકો ઓમર વેન્કર્ટ, ઓમર શેમ તોવ અને એલિયા કોહેન નુસીરાતમાં ઇઝરાયલી આર્મી યુનિફોર્મ પહેરાવીને હમાસ લડવૈયાઓ સાથે સ્ટેજ પર લાવવામાં આવ્યા હતાં, જ્યાં તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. આ દરમિયાન શેમ ટોવે હસતાં હસતાં તેની બાજુમાં ઉભેલા બે હમાસ લડવૈયાઓ માથા પર ચુંબન કર્યું અને સામે હાજર લોકોને પણ ફ્લાઈંગ કિસ્સ આપી.

19 જાન્યુઆરીથી અમલમાં આવેલા ગાઝા યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કા હેઠળ હમાસ 33 બંધકોને મુક્ત કરવા તૈયાર થયું હતું, આજે છોડવામાં આવેલા છ બંધકો પ્રથમ તબક્કા હેઠળના છેલ્લા જીવિત બંધકો છે. હવે બીજા તબક્કા અંગે સહમતી સધાયા બાદ જ વધુ બંધકોને છોડવામાં આવશે.

Also read : ચીની નૌકાદળની હિલચાલને લઈ ઓસ્ટ્રેલિયા વિદેશ પ્રધાને સાવચેત રહેવાની આપી ચેતવણી

અહેવાલ મુજબ લગભગ હજુ 60 વધુ ઇઝરાયલી બંધકો હજુ પણ ગાઝામાં છે, જેમાંથી અડધાથી ઓછા લોકો જ જીવિત હોવાના અહેવાલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button