હમાસે તમામ ઈઝરાયલી બંધકોને છોડ્યાઃ નેતન્યાહુએ ટ્રમ્પને 'ગોલ્ડન ગિફ્ટ' આપી, ઈઝરાયલમાં ખુશીનો માહોલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

હમાસે તમામ ઈઝરાયલી બંધકોને છોડ્યાઃ નેતન્યાહુએ ટ્રમ્પને ‘ગોલ્ડન ગિફ્ટ’ આપી, ઈઝરાયલમાં ખુશીનો માહોલ

તેલ અવીવ-ગાઝાઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચ્યા છે, જ્યાં એરપોર્ટ પર બેન્ઝામિન નેતન્યાહુ અને અન્ય ઈઝરાયલના ટોચના અધિકારીઓએ ટ્રમ્પનું જોરદાર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પના ભાષણ પૂર્વે હમાસના તમામ જીવતા બંધકોને છોડવામાં આવ્યા હતા, જ્યારે ઈઝરાયલ પાસેના તમામ બંધકોને પણ છોડવામાં આવ્યા છે.

ઈઝરાયલ અને હમાસની વચ્ચેના ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને શાંતિ સ્થાપતિ કરવાનો ઉદ્દેશ છે. આ યુદ્ધ સાત ઓક્ટોબર, 2023થી શરુ થયું હતું, જ્યારે સૌથી પહેલા હમાસે ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, ત્યારથી બંને બાજુ જોરદાર હિંસક યુદ્ધ ચાલુ થયું હતું. ઈઝરાયલ અને હમાસ વચ્ચેની સમજૂતી અમેરિકા, મિસ્ત્ર, કતાર અને તુર્કીની મદદથી થયો છે.

  • રાષ્ટ્રધ્વજ લહેરાવી ખુશી વ્યક્ત કરી
    ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. અહીંની બેઠક પછી નેતન્યાહુએ ટ્રમ્પને સોનેરી શાંતિના પ્રતીકરુપી કબૂતરની ભેટ આપી હતી. હમાસે ઈઝરાયલના બંધક લોકોને છોડ્યા પછી ઈઝરાયલ અને ગાઝામાં તહેવાર જેવો માહોલ ઊભો થયો છે. બંને પક્ષે લોકોએ જોરદાર ખુશી વ્યક્ત કરી હતી. પોતાની સહહદોમાં પહોંચતા લોકોએ લાઈવ સ્ટ્રિમિંગ કરીને ઉજવણી કરી હતી. ઈઝરાયલના લોકોએ પોતાના દેશના રાષ્ટ્રધ્વજને લહેરાવીને ખુશી વ્યક્ત કરી હતી.
  • 738 દિવસ સુધી કેદમાં હતા
    ઈઝરાયલની સેનાએ એક વાત જણાવી હતી કે આજે સવારના સાત બંધકને હમાસે રેડ ક્રોસને સોંપ્યા હતા, જ્યારે બાકી 13 બંધકને પણ રેડ ક્રોસ મારફત ઈઝરાયલી સેનાને સોંપાવામાં આવશે. આજે 20 જીવતા બંધકને આજે મુક્ત કરવામાં આવશે, જ્યારે તમામ લોકો સાત ઓક્ટોબર, 2023ના હુમલા પછી લગભગ 738 દિવસ સુધી કેદમાં હતા.
  • બે જોડિયા ભાઈની પણ મુક્તિ
    ગાલી અને જીવ બર્મન 28 વર્ષના જોડિયા ભાઈ છે, જે કિબુત્ઝ કફર અજા વિસ્તારના રહેવાસી છે. સાતમી ઓક્ટોબરના ઘરેથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યાં 738 દિવસ હમાસની કેદમાં રહ્યા હતા, જ્યારે પહેલી વખત આટલા લાંબા સમય સુધી બંને એકબીજાથી અલગ રહ્યા હતા.
  • ટ્રમ્પ ઈઝરાયલની સંસદમાં ગયા
    ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલની સંસદમાં ગયા હતા, જ્યાં ગેસ્ટબુકમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે તેને મહાન અને સુંદર દિવસ ગણાવ્યો હતો, કારણ કે તેમની શાંતિ યોજના સફળ રહી હતી અને બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
  • ઓફર જેલ વેસ્ટ બેંકની એક મોટી ઈઝરાયલની જેલ છે, જ્યાં પેલેસ્ટાઈનના કેદી રાખવામાં આવે છે. ગાઝા શાંતિ સમજૂતી પછી ઈઝરાયલ આશરે 2,000 પેલેસ્ટાઈનના કેદીને મુક્ત કરી રહ્યું છે, જ્યારે તેના બદલામાં હમાસ 20 ઈઝરાયલ બંધકને મુક્ત કર્યા છે. આ કેદીઓને લઈને જેલમાંથી 250 કેદીને વેસ્ટ બેંક, જેરુસલેમ અને બીજા અન્ય દેશમાં મોકલવામાં આવશે, જ્યારે 1,716 કેદીને ગાઝાના નાસિર હોસ્પિટલમાં છોડવામાં આવશે.

આપણ વાંચો:  અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીને સંયુક્ત રીતે અપાયો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button