હમાસના આતંકવાદી સંગઠનના નેતાએ અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે….
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે રશિયા જેવું જ પરિણામ અમેરિકાએ ભોગવવું પડશે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસના આતંકવાદી સંગઠનના નેતા અલી બરાકાએ 2 નવેમ્બરના રોજ આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ચેતવણી આપી હતી કે એક દિવસ અમેરિકા ઇતિહાસની વાત બની જશે અને રશિયાની જેમ યુએસએસઆરની જેમ જ તેનું પતન થઇ જશે.
વધુમાં તેણે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપના બ્રિટન અને ગ્લોબલ ફ્રીમેસનરી દ્વારા કરવામાં આવી છે એટલે એનો નાશ કરતા વાર નહિ લાગે. હમાસના નેતાએ ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વમાં અમેરિકાના તમામ દુશ્મનો એકબીજાની નજીક આવી રહ્યા છે અને એકબીજા સાથે વાટા ઘાટો કરી રહ્યા છે ત્યારે એ દિવસ દૂર નથી કે અમેરિકા પણ યુદ્ધમાં જોડાય અને પછી તે એક ભૂતકાળ બની જાય. તેમજ અમેરિકા હવે પહેલા જેવું શક્તિશાળી રહ્યું નથી કે એ અમારો સામનો કરી શકે.
આ ઉપરાત ઉત્તર કોરિયાની અમેરિકા પર હુમલો કરવાની ક્ષમતાની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે ઉત્તર કોરિયાનો નેતા કદાચ વિશ્વનો એકમાત્ર એવો નેતા છે જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે. તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે એવા શસ્ત્રો નથી કે જે અમેરિકા પર સીધો વાર કરી શકે, પરંતુ જો અમેરિકા તેની દખલગીરી વધારશે તો ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના કેટલાક વિસ્તારો જહાજો પર સીધો હુમલો કરી શકે છે.