24 કલાકમાં હમાસને બીજો એક ફટકોઃ હવે હમાસનો મિલિટરી ચીફ હણાયો
ઈઝરાયલમાં ઘૂસીને હજારોને મારનારા હુમલાખોરો પૈકી એક માસ્ટરમાઈન્ડ હતો
બૈરુત-તહેરાનઃ ઈરાનના પાટનગર પર કરવામાં આવેલા હુમલામાં હમાસનો નેતા ઈસ્માઈલ હનિયે માર્યો ગયાના અહેવાલ બાદ હવે ફરી એક વાર હમાસનો મિલિટરી ચીફ માર્યો ગયો છે. મહોમ્મદ ડાયફ ઈઝરાયલના ટોપ મોસ્ટ વોન્ટેડ સામેલ હતો. 24 કલાક પહેલા ઈસ્માઈલ હનિયે મારી નાખવામાં આવ્યા પછી વધુ એક મિલિટરી ચીફ મરતા હમાસને મોટો ફટકો પડ્યો છે.
ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગયા વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે આ યુદ્ધ હવે ધીમું પડી રહ્યું છે ત્યારે લગભગ એક વર્ષ પછી હમાસના તમામ ટોચના નેતા અને અધિકારીઓને મારી નાખવામાં આવી રહ્યા છે. હવે ઈઝરાયલની આર્મીના મહોમ્મદ ડાયફને મારી નાખવામાં આવ્યા છે.
ઈઝરાલ આર્મીએ સોશિયલ મીડિયા એક્સ પર આ મુદ્દે લખીને નિવેદન આપ્યું છે. મહોમ્મદ ડાયફ ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પૈકીનો એક હતો. હમાસનો મિલિટરી ચીફ હતો. સાતમી ઓક્ટોબરે હમાસે ઈઝરાયલમાં ઘૂસીને લગભગ 1,200 લોકોની હત્યા કરી દીધી હતી, જ્યારે સેંકડો લોકોને બંધી બનાવીને ગાઝા પટ્ટીમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Hamas Chief Killing: ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો; જાણો અમેરિકાએ શું કહ્યું
ડાયફ ઈઝરાયલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમમાં સામેલ હતો
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસે જણાવ્યું છે કે જુલાઈ, આઈડીએફ લડ્ડાકુ વિમાનઓએ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હુમલો કર્યો હતો. આર્મીએ જણાવ્યું છે કે ગુપ્તચર એજન્સીના અહેવાલ પછી એક વાત સ્પષ્ટ કરીએ છીએ આ હુમલામાં મહોમ્મદ ડાયફનું મોત થયું હતું. ડાયફ ઈઝરાયલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમમાં સામેલ હતો. આ અગાઉ અનેક વખત ઈઝરાયલની આર્મીની ઝાળમાંથી છટકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
ઈરાનમાં ઈસ્માઈલી હનિયે 24 કલાક પહેલા માર્યો ગયો
ઈરાનમાં બુધવારે હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનિયેની હત્યા કરવામાં આવી હતી. નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ કાર્યક્રમ માટે ઈરાનની મુલાકાતે હતા. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું છે કે તહેરાનમાં હનિયેના વિસ્તારને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના ચીફની સાથે સાથે એક બોડીગાર્ડનું મોત થયું હતું.