ઇન્ટરનેશનલ

હમાસ પણ ચાલી રહ્યું છે ઈરાનના પગલે પગલે? 1979માં એવું તે શું કર્યું હતું ઈરાને?

ગાઝાઃ અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં દરરોજ કંઈકને કંઈક નવી માહિતી સામે આવી રહી છે. હમાસે ઈઝરાયલના બસોથી વધુ લોકોને બંદી બનાવ્યા છે અને ત્યારથી બંને વચ્ચે ઘમાસણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ રીતે લોકોને બંધક બનાવવાની ઘટનાને લોકો ઈરાન સાથે જોડીને જોઈ રહ્યા છે. 1979માં દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશ ગણાતા અમેરિકા 444 દિવસ સુધી ઈરાનની ચુંગાલમાં રહ્યું હતું અને એટલું જ નહીં પણ અપહરણ કરાયેલા અમેરિકનોની આંખો પર પાટ્ટા બાંધીને પરેડ પણ કરાવવામાં આવી હતી.

અમેરિકા સાથે ઈરાનનો સંબંધ હંમેશા જ વણસેલા રહ્યા છે. 70ના દાયકાની પહેલાંની વાત કરીએ તો ત્યાં સુધી બંને વચ્ચેના સંબંધો સુધરેલા હતા. ત્યાં સુધી કે અમેરિકાની મદદથી ઈઝરાયના હથિયાર પણ ઈરાન સુધી સપ્લાય કરવામાં આવતા હતા. પરંતુ ઈસ્લામિક ક્રાંતિ બાદ સંબંધ વણસસવા લાગ્યો. ઈરાની નેતા અયાતુલ્લાહ ખુમૈનીએ સત્તા સંભાળી અને તે પોતાના દેશ સહિત પૂરી દુનિયાને ઈસ્લામિક રંગમાં રંગવા માગતા હતા અને આ જ મુદ્દે અમેરિકા અને ઈરાનના સંબંધો બગડી ગયા.

આ તો બે નેતાઓના આપસી વેરની વાત હતી અને ધીરે ધીરે એમાં નાગરિકોની નારાજગી પણ ભળતી ગઈ. ઈરાનના જૂના લીડર દેશ છોડીને અમેરિકા જઈ રહ્યા હતા. કોઈ સારવારના બહાને તો કોઈ પરિવારના બહાને. ઈસ્માલિક ચરમપંથીઓએ આ વાતને લઈને લોકોના મનમાં ઝેર ઘોળવાનું શરૂ કરી દીધું.

નવેમ્બર 1979માં તહેરાનના ઈસ્લામી વિદ્યાર્થીઓએ અમેરિકા એમ્બેસી ઘેરીને ત્યાંના લોકોને બંધક બનાવી દીધા હતા. થોડીક જ ક્ષણોમાં આ ઘેરાબંધી ઉઠાવી લેવામાં આવી પરંતુ બંધક 53 જ રહી ગયા. આ દુતાવાસમાં કામ કરનારા કર્મચારીઓથી લઈને ડિપ્લોમેટ્સનો પણ સમાવેશ થતો હતો. પકડીને લઈ જતાં પહેલાં તેમની આંખો પર પટ્ટી બાંધીને તેમની પરેડ પણ કરાવવામાં આવી હતી, અને એ સમયે અમેરિકા મુર્દાબાદ એવા નારા પણ લાગ્યા હતા.

એ સમયે કાર્ટર અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે બંધકોને છોડાવવા માટે ખુમૈનીને ધમકી પણ આપી હતી. એટલું જ નહીં એક પણ અમેરિકન નાગરિકને કંઈ પણ થશે તો અમેરિકા પૂરી ક્ષમતા સાથે ઈરાન પર હુમલો કરશે. કદાચ આ જ ધમકી કામ કરી ગઈ અને ઈરાને અમેરિકન નાગરિકોને એક ઘસરકો પણ ના થવા દીધો અને આશરે 444 દિવસ બાદ એટલે કે 20મી જાન્યુઆરી 1981ના 8 અબજ ડોલરના બદલે અમેરિકન બંધકોને છોડી દેવામાં આવ્યા હતા. ઔપચારિકતા પૂરી થયાના પાંચ દિવસ બાદ આ બંધકો પોતાના ઘરે પહોંચ્યા હતા.

અમેરિકન મીડિયાના દાવા અનુસાર આમાં એક શરત એવી પણ હતી કે અમેરિકા માફી માંગે, પણ બાદમાં આ શરતને હટાવવામાં આવી હતી. બંધકો જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પોતાની આપવીતી જણાવતા ઈરાની લોકો કેટલી ક્રુરતાથી તેમની સાથે વર્તતા હતા એ કહ્યું હતું.

પેલેન્સ્ટાઈનના હમાસે પણ ઈરાનના પગલે પગલે જ ઈઝરાયના 200 જેટલા લોકોને બંધક બનાવી રાખ્યા છે. આ વાતને બે અઠવાડિયા કરતાં લાંબો સમય થઈ ગયો છે અને હમાસ વચ્ચે વચ્ચે બંધકોના વીડિયો પણ જાહેર કરી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button