ઇઝરાયલની ધમકી બાદ હમાસ ઝૂક્યું, બંધકોને સમયસર મુક્ત કરાશે
![Israel Hamas Cease Fire](/wp-content/uploads/2025/02/IsraelHamasCeaseFire-ezgif.com-resize.webp)
તેલ અવીવ : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ(Israel Hamas Cease Fire) વચ્ચે ઇઝરાયલે હમાસને બંધકોને મુક્ત કરવા ચેતવણી આપી હતી. તેમજ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર ફરી હુમલાનો સંકેત આપ્યો હતો.જોકે, તેની બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પ્રતિક્રિયા આપી હતી.
યુદ્ધવિરામ કરારને કોઈ અસર થશે નહીં
જોકે, તેની બાદ હમાસે ગુરુવારે એક નિવેદન જાહેર કરીને યુદ્ધવિરામના અંત અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો હતો. તેમજ કહ્યું કે સમય મુજબ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. હમાસે જણાવ્યું હતું કે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા ઇજિપ્ત અને કતારએ પુષ્ટિ આપી છે કે તેઓ તમામ અવરોધોને દૂર કરવા માટે કામ કરશે અને યુદ્ધવિરામ કરારને કોઈ અસર થશે નહીં. નિવેદનમાં સંકેત આપવામાં આવ્યો છે કે શનિવારે વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે.
આપણ વાંચો: ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામ, 50 બંધકોની મુક્તિ – ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરતી સમજુતી
હમાસ ઈઝરાયલના બંધકોને છોડવા માટે રાજી
હમાસના આ નિવેદન પાછળ ઘણા કારણો હોઈ શકે છે.જોકે, હમાસે થોડા દિવસો પહેલા ઇઝરાયલી બંધકોની આગામી મુક્તિમાં વિલંબ કરવાની ધમકી આપી હતી. આ જૂથે ઇઝરાયલ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની યુદ્ધ વિરામ ભંગની ધમકી બાદ હમાસની શાન ઠેકાણે આવી હતી તેમજ યોજના મુજબ હમાસ ઈઝરાયલના બંધકોને છોડવા માટે રાજી છે.