ચીનના H9N2 વાયરસથી પ્રભાવિત થયા આ 10 દેશ
બેઇજિંગઃ ચીનનો H9N2 વાયરસ કોવિડ-19ની જેમ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવાના મોડમાં છે. ચીનમાં દરરોજ ન્યુમોનિયાના 7 હજાર કેસ આવી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ ન્યુમોનિયાનું સંકટ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું છે. ચીન સિવાય અન્ય 10 દેશોમાં પણ ન્યુમોનિયાના કેસ નોંધાયા છે.
ચીન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, વિયેતનામ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ ચીનની રહસ્યમય બીમારીના કેસ નોંધાઈ રહ્યા છે. સ્વીડનમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયાના 145 કેસ નોંધાયા છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડમાંથી 132 અને સિંગાપોરમાંથી 172 કેસ નોંધાયા છે. અમેરિકામાં પણ ન્યુમોનિયાના 145 દર્દીઓ નોંધાયા છે. આ સિવાય ડેનમાર્કમાં 541 દર્દીઓ આવ્યા છે. ફ્રેંચ રેડિયો સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર, ન્યુમોનિયાના કેસમાં 36 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે.
નેધરલેન્ડમાં છેલ્લા એક સપ્તાહમાં 100,000 બાળકોમાંથી 80 બાળકો ન્યુમોનિયાનો શિકાર બની રહ્યા છે. ચીનમાં રહસ્યમય બીમારી પર લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. સુભાષ ગિરીએ કહ્યું કે ચીનમાં H9N2ના ઘણા કેસ સામે આવી રહ્યા છે. આ એક વાયરલ ઇન્ફેક્શન છે, જેના કારણે જે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમને ન્યુમોનિયા થવાનું જોખમ રહેલું છે. હેલ્થ કમિશનર ડ્યુએન સ્ટેન્સબરી અને ઓહિયો હેલ્થ રિવરસાઇડના જણાવ્યા અનુસાર ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ.સુભાષ ગિરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં બદલાતી ઋતુઓ અને શિયાળાની શરૂઆત દરમિયાન વાયરલ ઇન્ફેક્શન નિયમિતપણે થાય છે. મેં અત્યાર સુધી ભારતમાં H9N2 ના કોઈ અહેવાલો વાંચ્યા નથી, પરંતુ સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. આ સિવાય ભારત સહિત પાંચથી વધુ દેશો એલર્ટ મોડ પર છે અને આ દેશોમાં ન્યુમોનિયા સામે લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.