અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત...
Top Newsઇન્ટરનેશનલ

અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત…

નવી દિલ્હી : ભારતમાંથી H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સહિત અનેક દેશોના ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા નવો રસ્તો શોધ્યો છે. જેમાં યુએસ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ગેરકાયદે રોજગાર કરનાર લોકોની તપાસ કરી રહી છે.

તેથી આવા લોકોને વિઝાની શરત ભંગ બદલ હાંકી કાઠવામાં સરળતા રહેશે. કારણ કે H-1B વિઝા પર ગયેલા લોકો અને અભ્યાસ માટે ગયેલા સ્ટુડન્ટ પાર્ટ ટાઈમ કામ કરે અને રેવન્યુ વિભાગને જાણ ના કરે તો તે પણ દેશનિકાલનું કારણ બની શકે છે.

તમામ ઇમિગ્રન્ટ્સનો ડેટા શેર કર્યો
આ અંગે યુએસ ઇમિગ્રેશન બાબતોના વકીલ જાથ શાઓના જણાવ્યા અનુસાર, ઇન્ટરનલ રેવન્યુ સર્વિસે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ સાથે તમામ ઇમિગ્રન્ટ્સનો ડેટા શેર કર્યો છે.

તેમજ આરોપ લગાવ્યો છે કે ઘણા ઇમિગ્રન્ટ્સે અનધિકૃત કામ કર્યું છે. તેમજ ઇમિગ્રન્ટ્સે કરચોરી કરી છે.

વિદ્યાર્થીઓ પર કરચોરીનો આરોપ
તેમજ તેમણે વધુમાં જણાવ્યું છે કે , આવા પ્રકારની કાર્યવાહી H-1B વિઝા ધરાવતા લોકો વિરુદ્ધ વધારે પ્રમાણમાં કરવામાં આવી રહી છે. તેમને કોન્સ્યુલેટ અથવા તો પોર્ટ પર અટકાવી દેવામાં આવે છે.

જયારે આ ઉપરાંત સ્ટુડન્ટ વિઝા એટલે F-1વિઝા વિદ્યાર્થીઓ પર મંજુરી વિના નાણા કમાવવાનો અને કરચોરીનો આરોપ છે. આ કારણ તેમની માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

પાર્ટ ટાઈમ કામને ગુનો ગણવામાં આવી રહ્યો છે
આ ઉપરાંત હાલ ટ્રાફિક નિયમોનું ભંગ કરનારનું બેક ગ્રાઉન્ડ ચેક કરવામાં આવી રહ્યું છે. તેમજ વર્ષો પહેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પાર્ટ ટાઈમ કામને ગુનો ગણવામાં આવી રહ્યો છે.

જોકે, આ અંગે વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેમન તેના લીધે આશંકા છે આગામી દિવસોમાં ભારત સહિત અનેક દેશોના ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે.

આ પણ વાંચો…અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button