ઇન્ટરનેશનલનેશનલ

ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?

PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગયાનાની સંસદને વિશેષ સત્ર સંબોધન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ગયાના અને ભારતની મિત્રતા વર્ષો જૂની છે. 180 વર્ષ પહેલા ભારતીયોએ આ ધરતી પર પગ રાખ્યો હતો. અહીં ગાંધીજીના નજીકના આઝાદીની લડાઈ સાથે મળીને લડ્યા હતા અને સ્વતંત્રતા મેળવી હતી. આજે બંને દેશો લોકશાહી મજબૂત કરી રહ્યા છે.

આ પણ વાંચો : વોટ્સએપ હેકઃ 100થી વધુ યુવતી સાથે છેતરપિંડી કરનારો મધ્ય પ્રદેશથી ઝડપાયો

21મી સદીમાં પડકારો અલગ છેઃ પીએમ મોદી

તેમણે આગળ કહ્યું કે, લોકશાહીને મજબૂત કરવાનો દરેક પ્રયત્ન વિશ્વને મજબૂત કરી રહ્યો છે. આજે વૈશ્વિક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યારે આપણે આઝાદ થયા પડકારો અલગ હતા. આજે 21મી સદીમાં પડકારો અલગ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ બનેલી વ્યવસ્થા અને સંસ્થાઓ ધ્વસ્ત થઈ રહી છે. કોરોના બાદ વિશ્વને એક નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધવાનું હતું પરંતુ વિશ્વ ક્યાંક ફસાઈ ગયું છે. આપણે માનવતા પ્રથમની ભાવના સાથે કામ કરીશું તો માનવતા માટે કામ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશું. આપણે દરેક ઉતાર ચઢાવમાં લોકતંત્રને મજબૂત કરી રહ્યા છીએ અને લોકતંત્રથી ઉત્તમ કોઈ માધ્યમ નથી. લોકતંત્ર દરેક નાગરિકને તેના અધિકારો અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.

ભારત અને ગયાનાના સંબંધ વિશે શું બોલ્યા પીએમ મોદી?

પીએમ મોદીએ કહ્યું, ભારત અને ગયાનાના સંબંધ ખૂબ ઊંડો છે. તે માટીનો, પરસેવાનો અને પરિશ્રમનો સંબંધ છે. આશરે 180 વર્ષ પહેલા એક ભારતીય ગયાનાની ધરતી પર આવ્યો હતો અને તે બાદ સુખ-દુખની બંને સ્થિતિમાં ભારત તથા ગયાનાનો સંબંધો આત્મીયતાથી ભરેલો છે. લોકશાહી પહેલા, માનવતા પહેલાની ભાવના સાથે ભારત વિશ્વ બંધુના રૂપમાં પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યું છે.

આ પણ વાંચો : ગોવા-લખનઊ ફ્લાઇટ ટેક ઑફ કરવા તૈયાર હતી પણ….

વડાપ્રધાને કહ્યું ,વિશ્વ માટે આ સમય ઘર્ષણનો છે, આ સમય ઘર્ષણ પેદા કરનારી સ્થિતિને ઓળખી તથા તેના દૂર કરવાનો છે. આજે આતંકવાદ, ડ્રગ્સ, સાઈબર ક્રાઈમ જેવા કેટલાક પડકારો પણ છે, જેનો મુકાબલો કરવાથી જ આપણે આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button