અમેરિકામાં મૂળ બોરસદના પાટીદાર મહિલાની ગોળી મારી હત્યા, ભારતીયોમાં ફફડાટ
સ્ટોર લૂંટવા આવેલા બુકાનીધારી યુવકે આઠથી વધુ ગોળીઓ મારતા મોત

સાઉથ કેરોલિનાઃ અમેરિકામાં નોન-ઈમિગ્રન્ટ્સ સામે આક્રમક કાર્યવાહી કરવાની સાથે ‘ગનકલ્ચર’ અનિયંત્રિત બનતા અમેરિકન સાથે વિદેશીઓ પણ વિશેષ ભોગ બની રહ્યા છે, જેમાં ભારતીયોની સંખ્યા વધી છે. ડોલરિયા દેશમાં ગુજરાતીઓ અને ભારતીયો અસલામત હોય તેમ એક બાદ એક ઘટના બની રહી છે. ટ્રમ્પ શાસનમાં આવ્યા બાદ ભારતીયો પર હુમલા, હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક દુઃખદ ઘટના બની હતી. અહીં 23 વર્ષથી રહેતા અને મૂળ બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.
ક્યારે બની હતી ઘટના
આ ઘટના ત્રણ દિવસ પહેલા રાત્રે બની હતી. કિરણબેન જ્યારે તેમનો સ્ટોર બંધ કરીને પૈસા ગણી રહ્યા હતા, ત્યારે એક બુકાનીધારી યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો. તેણે અચાનક આડેધડ ગોળીબાર કર્યો, જેમાં કિરણબેનને આઠથી વધુ ગોળીઓ વાગી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની માહિતી મળતાં પોલીસ કિરણબેન પટેલના ગેસ સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ લૂંટના ઈરાદાથી કરવામાં આવેલો હુમલો જણાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ફરી એક વખત ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : ટેરિફ મામલે રોકાયેલી વાતચીત આગળ વધી રહી છેઃ રાહતના સંકેત
કેલિફોર્નિયામાં ભારતીય એન્જિનિયરની હત્યા
આ સિવાય અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ હતી તેણે રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે. તેલંગણાના નિઝામુદ્દીનના પરિવારે તેમના મૃતદેહને મેળવવામાં મદદ માટે વિદેશ મંત્રાલયને અપીલ કરી છે.
આ પણ વાંચો : ‘શાળામાં ગોળીબાર કરીશ’, અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપનાર વિદ્યાર્થી બેગમાંથી પિસ્તોલ સાથે ઝડપાયો…
ડોલરિયા દેશનો મોહ ઘટવો જોઈએ કે નહીં?
અમેરિકન પ્રશાસન માટે સૌથી શરમજનક વાત છે કે ગનકલ્ચર પર કોઈ નિયંત્રણ લાવી શકતા નથી, જેનો ભોગ ચાર્લી કિર્ક બન્યા હતા. ઉપરાંત, ગેરકાયદે વસેલા વિદેશીઓ પર આક્રમક કાર્યવાહી પણ ડિપોર્ટ થવાનો ડર વધી રહ્યો છે, પરંતુ ડોલરિયા દેશનો મોહ ઘટવાને બદલે હજુ પણ વધી રહ્યો છે. આ મહિનામાં બેથી ત્રણ કિસ્સાએ ગુજરાતીઓને ફરી વિચાર કરવા જેવો છે કે ડોલરનો મોહ સારો કે જીવ