ઇન્ટરનેશનલ

America માં ઓકલાહોમાં ગુજરાતીની હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ અમેરિકામાં(America)વધુ એક ગુજરાતીની હત્યા(Murder)થવાની ઘટના સામે આવી  છે. મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રી મોટલ માલિક છે. તેમની ગ્રાહક સાથે  નજીબી બાબતમાં માથાકૂટ થઈ હતી. જેમાં વિદેશી વ્યક્તિએ મારતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે બેભાન થયા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

સામાન ઉપાડવા બાબતે સામાન્ય બોલાચાલી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં બીલીમોરાના રહેવાસી હેમંત મિસ્ત્રી મોટલ ચલાવતા હતા. તેમને મોટલમાં આવેલા ગ્રાહક સાથે સામાન ઉપાડવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ પોતાનો સામાન ઉઠાવવાની નજીવી બાબતે મોટલ માલિક પર હુમલો કરી દીધો હતો.

સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ

આ હુમલામાં તેઓ નીચે પટકાતા બેભાન થઇ જતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને હોટલમાંથી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button