ગૂગલની ‘WeatherNext 2’ લૉન્ચ: હવે AI આપશે હવામાનની 99.9% સચોટ આગાહી!

ગૂગલે તેની નવી સેવા, વેધરનેક્સ્ટ 2 શરૂ કરી છે. તે AI-આધારિત હવામાન આગાહી પૂરી પાડશે. આ મોડલ વૈશ્વિક વેધરની ભવિષ્યવાણીને વધુ ઝડપી અને સચોટ બનાવે છે. જેમાં તાપમાન, વરસાદ, વાવાઝોડા જેવી વસ્તુનું લાઈવ અપડેટ મેળવી શકાશે. કંપનીના કહેવા અનુસાર, આ સેવા પહેલાના મોડલ કરતા 99.9 ટકા વધુ સચોટ છે અને એક મિનિટમાં સેંકડો વેધર સ્થિતિઓની ભવિષ્યવાણી કરી શકે છે.
કંપની લાંબા સમયથી આ મોડેલ પર કામ કરી રહી છે અને હવે તેને સર્ચ, જેમિની અને પિક્સેલ ફોનમાં શામેલ કરવા જઈ રહી છે. વેધર નેક્સ્ટ 2 પહેલાના મોડલ કરતા આઠ ગણું વધુ ઝડપી છે અને દર કલાકની ઉચ્ચ રિઝોલ્યુશનની હવામાનની ભવિષ્યવાણી આપે છે. ઉલ્લેખનીય છે કે, જે પરંપરાગત ભૌતિક આધારિત મોડલો જે કલાકો લગાડે છે, તે કાર્યને ગૂગલના TPU ચિપ પર એક મિનિટથી ઓછા સમયમાં પૂરું કરી શકે છે. આનાથી રોજિંદા વપરાશકર્તાઓને તાત્કાલિક અપડેટ મળશે, અને કૃષિ, ઊર્જા તથા પર્યટન જેવા ક્ષેત્રોમાં વિશ્વસનીય માહિતી પર આધારિત નિર્ણયો લેવામાં મદદ મળશે, જે વૈશ્વિક આર્થિક નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થશે.
ગૂગલ લાંબા સમયથી AI આધારિત વેધર મોડલ પર કામ કરી રહ્યું છે, જેમાં ગ્રાફકાસ્ટ અને જેનકાસ્ટ જેવા પહેલાના પ્રયાસોનો સમાવેશ થાય છે. વેધરનેક્સ્ટ 2 નવીન ‘ફંક્શનલ જનરેટિવ નેટવર્ક’ આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. આ મોડલ દરરોજ ચાર વખત છ કલાકની ફોરકાસ્ટ જનરેટ કરે છે, જે તોફાન અને તીવ્ર તાપમાન વધારાને પણ સારી રીતે પકડી શકે છે. આના ઉપયોગથી વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા મળશે.
આ નવા મોડલને ગૂગલના મુખ્ય પ્લેટફોર્મમાં ઝડપથી ઉમેરવામાં આવી રહ્યું છે, જેમાં સર્ચ એન્જિન સહિત જેમિની, પિક્સલ વેધર અને આ ઉપરાંત ટૂંક સમયમાં મેપ્સમાં પણ સમાવેશ થાય છે. વ્યવસાયિક અને સંશોધકો માટે Earth Engine, BigQuery અને Vertex AI પ્લેટફોર્મ પર વેધરનેક્સ્ટ 2 ના ડેટાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આનાથી ઉદ્યોગોને કસ્ટમાઇઝ્ડ ફોરકાસ્ટ તૈયાર કરવાની તક મળશે, અને ભવિષ્યમાં વધુ સુધારાઓ જેમ કે નવા ડેટા સ્ત્રોતોનું એકીકરણ થવાની શક્યતા છે.
આપણ વાંચો: હવે ભારતીયોને આ દેશમાં ‘વિઝા ફ્રી એન્ટ્રી’ નહીં મળે! આ કારણે લેવામાં આવ્યો નિર્ણય



