ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવશે! ગૂગલે મેળવી મોટી સિદ્ધિ, પિચાઈએ કરી જાહેરાત,મસ્કે અભિનંદન આપ્યા...
Top Newsઇન્ટરનેશનલ

ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવશે! ગૂગલે મેળવી મોટી સિદ્ધિ, પિચાઈએ કરી જાહેરાત,મસ્કે અભિનંદન આપ્યા…

સાન ફ્રાન્સિસ્કો: ટેકનોલોજી ક્ષેત્રે ગુગલને મોટી સફળતા મેળવી છે, જે ભવિષ્યમાં મોટી ક્રાંતિ લાવી શકે છે. ગુગલના ચીફ એક્સક્યુટિવ ઓફિસર(CEO) સુંદર પિચાઈએ તાજેતરમાં જાહેરાત કરી કે ગૂગલે ક્વોન્ટમ અલ્ગોરિધમ્સનું સફળ પરીક્ષણ (Google Quantum algorithm) કર્યું છે, ક્વોન્ટમ કમ્પ્યુટીંગ તરફ આ એક મોટું પગલું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં સુંદર પિચાઈએ લખ્યું, “અમારી વિલો (Willow) ચિપે સૌપ્રથમવાર વેરીફાયેબલ ક્વોન્ટમમાં સફળતા મળેવી છે. વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર્સ પરના શ્રેષ્ઠ ક્લાસિકલ અલ્ગોરિધમ કરતાં 13,000 ગણું ઝડપી કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે”.

ગૂગલની આ સફળતાને ક્રાંતિકારી ગણવામાં આવી રહી છે. ટેસ્લાના CEO એલોન સુંદર પિચાઈની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, “અભિનંદન. લાગે છે કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઝડપથી હકીકત બની રહ્યું છે.”

સુપર કમ્પ્યુટર કરતા હજારો ગણું ઝડપી:

કંપનીએ મેળવેલી મોટી સફળતાની જાહેરાત કરતા, સુંદર પિચાઈએ લખ્યું, “અમારી વિલો ચિપે પ્રથમ વખત વેરીફાયેબલ ક્વોન્ટમ એડવાન્ટેજ માંલાવ્યું છે. વિલો પર એક અલ્ગોરિધમ ચલાવવામાં આવ્યું, જેને અમે ક્વોન્ટમ ઇકોઝ નામ આપ્યું છે. વિલોએ વિશ્વના સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર પરના શ્રેષ્ઠ ક્લાસિકલ અલ્ગોરિધમ કરતાં 13,000 ગણું ઝડપી કામ કરી બતાવ્યું.”

સુંદર પિચાઈએ લખ્યું, “આ નવું અલ્ગોરિધમ ન્યુક્લીયર મેગ્નેટિક રેઝોનન્સનો ઉપયોગ કરીને પરમાણુઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓને સમજાવી શકે છે, જેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં દવાઓના રીસર્ચ અને મટીરીયલ સાયન્સમાં નવી દિશા મળી શકે છે.”

સુંદર પિચાઈના જણાવ્યા મુજબ આ રિઝલ્ટ વેરીફાયેબલ છે, એટલે કે તેના રિઝલ્ટ અન્ય ક્વોન્ટમ કમ્પ્યુટર્સ દ્વારા રિપીટ કરી શકાય છે અથવા પ્રયોગો દ્વારા પુષ્ટિ કરી શકાય છે. આ સફળતા ક્વોન્ટમ કમ્પ્યુટિંગના પ્રથમ રીયલ-વર્લ્ડ એપ્લિકેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સફળતા કઈ તરફ દોરી જાય છે, એ જોવા આતુર છીએ.

ટેકનોલોજી ક્ષેત્રે મોટી ક્રાંતિ:

ગૂગલની આ સિદ્ધિ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં એક ઐતિહાસિક સફળતા છે. પ્રથમ વખત, ક્વોન્ટમ કમ્પ્યુટરે એક જટિલ ટાસ્ક પૂર્ણ કર્યો છે. ગૂગલની વિલો ક્વોન્ટમ ચિપનો ઉપયોગ કરીને, રિસર્ચર્સએ ક્વોન્ટમ ઇકોઝ (અથવા OTOC – આઉટ-ઓફ-ઓર્ડર ટાઇમ કોરિલેટર) નામનું એક જટિલ અલ્ગોરિધમ રન કર્યું હતું. આ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો પરમાણુઓ, ચુંબક અથવા બ્લેક હોલ જેવી ક્વોન્ટમ સિસ્ટમ્સમાં ઇન્ફોર્મેશન કેવી રીતે ફેલાય છે તેનો અભ્યાસ કરવામાં મદદ થશે.

આ પણ વાંચો…Paris AI Summit: વડાપ્રધાન મોદી સુંદર પિચાઈ અને Scale AIના CEOને મળ્યા, આ મુદ્દે થઇ ચર્ચા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button