ગૂગલને રાહતઃ યુરોપિયન કમિશન તરફથી લગાવાયેલા 1.5 અબજ યુરો દંડ પર લગાવી રોક…
લંડનઃ જાહેરખબરો સાથે સંબંધિત એન્ટ્રી ટ્રસ્ટ કેસમાં ગૂગલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આઇટી કંપનીએ આજે યુરોપિયન યુનિયન દ્વારા પાંચ વર્ષ પહેલાં લાદવામાં આવેલા 1.49 બિલિયન યુરોના દંડ સામે દાખલ કરાયેલો કેસ જીતી લીધો હતો.
આ પણ વાંચો : Google Play Store માં 1 સપ્ટેમ્બરથી મોટા ફેરફાર, કરોડો એન્ડ્રોઈડ યુઝર્સને થશે અસર
યુરોપિયન કમિશનની જનરલ કોર્ટે ગૂગલના કેસની સુનાવણી કરતા કહ્યું કે તે 2019માં યુરોપિયન યુનિયન દ્વારા લગાવવામાં આવેલા દંડને ફગાવી રહી છે. ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટે કમિશનના નિર્ણયને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. કમિશનનો નિર્ણય ગૂગલના જાહેરખબરોના વ્યવસાયના એક મર્યાદિત ભાગ પર લાગુ થાય છે.
નિયમનકારોએ ગૂગલ પર આરોપ લગાવ્યો હતો કે કંપનીએ થર્ડ પાર્ટી સાઇટ્સની સાથે તેના કરારોમાં ખાસ કરીને એવી શરત ઉમેરી હતી કે તે સાઇટ્સ ગૂગલની હરીફ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલી જાહેરાતો ચલાવશે નહીં.
ગૂગલને એટલા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો કે તેની શરતોએ વેબસાઇટ માલિકો અને જાહેરાત આપનારાઓ પાસે ખૂબ મર્યાદિત વિકલ્પો બચ્યા હતા. આના કારણે તેઓએ ઉંચી કિંમતો ચૂકવવી પડી જેની અસર ગ્રાહકો પર પડી હતી.
આ પણ વાંચો : સાવધાન ! Google અને માઇક્રોસોફ્ટના ત્રણ લાખ યુઝર્સ પર તોળાતો ખતરો ,બેંક એકાઉન્ટ ખાલી થવાનો ડર
જો કે, જનરલ કોર્ટે ગૂગલને રાહત આપતા તેના નિર્ણયમાં કહ્યું હતું કે કમિશને આ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી છે. કમિશન એ સાબિત કરવામાં નિષ્ફળ ગયું કે ગૂગલની શરતના કારણે ઇનોવેશન પ્રભાવિત થયું છે, ગ્રાહકોને નુકસાન પહોંચ્યુ છે અને તેનાથી ગૂગલને પોતાની મોનોપોલી મજબૂત કરવામાં મદદ મળી છે.