India જ નહીં પણ સાત સમંદર પાર આ દેશોમાં ધામધૂમથી ઉજવાય છે Rakshabandhan…
ભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઓળખાતા રક્ષા બંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતમાં તો આ તહેવાર ખૂબ જ ધામ-ધૂમથી ઊજવવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે ભારતની બહાર સાત સમંદર પાર પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે? ચાલો આજે તમને એ દેશો વિશે જણાવીએ કે જ્યાં ધામધૂમથી રક્ષા બંધનની ઊજવણી કરવામાં આવે છે.
નેપાળઃ
સૌથી પહેલાં આ યાદીમાં નામ આપે છે નેપાળનું. નેપાળ એ ભારતનો પડોશી દેશ છે જ્યાં ધામધૂમથી રક્ષા બંધનનો તહેવાર ઊજવવામાં આવે છે. ભારત સિવાય નેપાળ જ દુનિયાનો એક માત્ર હિન્દુ દેશ છે કે જ્યાં ભારતની જેમ જ રક્ષા બંધનની ઊજવણી કરવામાં આવે છે. નેપાળમાં લોકો સૌથી પહેલાં ભગવાનને રાખડી બાંધે છે અને ત્યાર બાદમાં ભાઈને રાખડી બાંધવામાં આવે છે. રક્ષા બંધન સિવાય નેપાળમાં ભાઈ-બીજનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.
લંડનઃ
નેપાળ સિવાય લંડનમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને એટલે જ અહીં રક્ષા બંધનનો તહેવાર એટલી જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. રક્ષા બંધન એક એવો તહેવાર છે કે જે ધર્મ, દેશ અને જાતિથી ઉપર છે. લંડનમાં રહેતાં મોટાભાગના ભારતીયો પરિવાર સાથે આ તહેવારની ઊજવણી કરે છે.
અમેરિકાઃ
અમેરિકામાં પણ લંડનની જેમ જ મોટી સંખ્યામાં મોટી ભારતીયો રહે છે અને અહીંના સ્ટોર્સમાં પણ તમને રાખડી વેચાતી જોવા મળશે. જી હાસ અહીં આવેલા અનેક ઈન્ડિયન સ્ટોર્સમાં રાખડી વેચાય છે, કારણ કે અહીં લોકો રક્ષા બંધનના તહેવારની ધામધૂમથી ઊજવણી કરે છે.
આ પણ વાંચો: ચિંતા ન કરો! રક્ષાબંધનમાં પણ મળી જશે ટિકિટ : રેલવે વિભાગ આપશે આ સુવિધા
ઓસ્ટ્રેલિયા-
વિદેશમાં પણ અનેક ભારતીય તહેવારો ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. અમેરિકા અને બ્રિટનની જેમ જ ઓસ્ટ્રેલિયામાં પણ આ તહેવાર એકદ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં લોકો રક્ષા બંધનની ઊજવણી કરે છે.
સાઉદી અરેબિયાઃ
સાઉદી અરેબિયામાં પણ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોમાં કામની શોધમાં જાય છે. અહીં રહેનારા ભારતીય નાગરિકો રક્ષા બંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. સાઉદી અરેબિયા સિવાય કુવૈત, કતાર અને ઓમાન જેવા દેશમાં પણ રક્ષા બંધનની ઊજવણી કરવામાં આવે છે.