ઇટલીમાં વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જાણો કારણ
Top Newsઇન્ટરનેશનલ

ઇટલીમાં વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જાણો કારણ

મિલાન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીને લઈને સમગ્ર વિશ્વ બે ભાગોમાં વહેંચાયુ છે. જેમાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પણ છેલ્લા 36 કલાકમાં પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે.

ઇઝરાયલ અને અમેરિકા તેનો વિરોધ કરી રહ્યા છે. જયારે ઇટલીએ પણ પેલેસ્ટાઇનને માન્યતા આપી નથી. જેના લીધે ઇટલીમાં વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે.

સરકારી બિલ્ડીંગો અને સામાનને નુકસાન પહોંચાડ્યું

ઇટલીમાં સરકાર વિરુદ્ધ પેલેસ્ટાઇનના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ગાઝા સમર્થનમાં તરત જ યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે. ઇટલીના મિલાન શહરમાં કાળા કપડા પહેરીને અનેક પ્રદર્શનકારીઓ મિલાનના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘુસી ગયા હતા.

જયારે હાથમાં લાકડીઓ લઈને આવેલી આ ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ પર ભીડે સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થર ફેંક્યા હતા. જયારે એકત્ર થયેલી ભીડે સ્ટેશન પર અનેક સ્થળોએ આગ લગાડી અને તોડફોડ કરી હતી. તેમજ સરકારી બિલ્ડીંગો અને સામાનને નુકસાન પહોંચાડ્યું છે.

વિરોધ પ્રદર્શનોને ટ્રેનો અટકાવવામાં આવી

ઇટલીમાં અનેક સ્થળોએ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોને ટ્રેનો અટકાવવામાં આવી છે અને બંદરો બંધ કરવામાં આવ્યા છે. રોમ અને મિલાનમાં દસ લોકોની અટકાયત કરવામાં આવી છે. જયારે હિંસક વિરોધ પ્રદર્શનોમાં 60 થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.

જ્યોર્જિયા મેલોનીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

આ ઉપરાંત દક્ષિણ ઇટાલીના શહેર નેપલ્સના પોલીસે ભીડને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જયારે જ્યોર્જિયા મેલોનીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઇટાલીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉપયોગ તેમના પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન અને સાઉદી અરેબિયા સહિત 152 દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. આ સંયુક્ત રાષ્ટ્રના કુલ સભ્યપદના આશરે 78 ટકા છે. ભારતે 1988 માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. જ્યારે ઇઝરાયલ, અમેરિકા, ઇટલી અને જાપાને માન્યતા નથી આપી.

આ પણ વાંચો…જ્યોર્જિયા મેલોની એકી ટસે કોને જોઇ રહ્યા હતા ? G-7 સમિટનો વિડીયો વાયરલ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button