જ્યોર્જ મેલોનીના જન્મદિવસ પર આ દેશના PMએ આપ્યું સરપ્રાઇઝ: ઇટાલિયન ભાષામાં ગાયું બર્થ ડે સોન્ગ

ટોકિયો: દરેક દેશના વડા પ્રધાનો પોતાનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવતા હોય છે. 15 જાન્યુઆરીના રોજ ઇટલીના વડા પ્રધાન જ્યોર્જ મેલોનીનો જન્મદિવસ હતો. પોતાના 49માં જન્મદિવસ નિમિત્તે જ્યોર્જ મેલોની ટોકિયો પહોંચ્યા હતા. જ્યાં જાપાનના પહેલા મહિલા વડા પ્રધાન સાને તાકાઈચીએ જ્યાર્જ મેલોનીને સરપ્રાઈઝ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દૂર રહેલા બે દેશો નજીક આવી રહ્યા છે
જન્મદિવસ પર ઇટલીના વડા પ્રધાન જ્યોર્જ મેલોનીએ જાપાનનો પ્રવાસ ખેડ્યો હતો. જ્યોર્જ મેલોનીનો જાપાનના વડા પ્રધાન સાને તાકાઈચી સાથેની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બેઠક દરમિયાન અચાનક જ્યોર્જ મેલોની સામે કેક આવે છે. ત્યારબાદ જાપાનના વડા પ્રધાન સાને તાકાઈચી ઇટાલિયન ભાષામાં Happy Birthday ગીત ગાવા લાગે છે. આ સરપ્રાઇઝ જોઈને જ્યોર્જ મેલોનીની ખુશીનો કોઈ પાર રહેતો નથી.
જાપાનના વડા પ્રધાને આપેલા સરપ્રાઇઝ બદલ જ્યોર્જ મેલોનીએ તેમનો આભાર વ્યક્તો કર્યો હતો. જ્યોર્જ મેલોનીએ સાને તાકાઈચી સાથે લીધેલી સેલ્ફી એક્સ પર શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “બે દેશ જે એકબીજાથી ઘણા દૂર છે. તેમ છતાં હંમેશા નજીક આવી રહ્યા છે. સાને તાકાઈચી સાથે મિત્રતા અને સૌહાર્દ.”
ઇટલી અને જાપાન વિશ્વસનીય ભાગીદાર છે
જ્યોર્જ મેલોનીના આ જાપાનના પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. આ અંગે જ્યોર્જ મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઇટલી અને જાપાન વિશ્વસનીય ભાગીદાર છે. જે સ્થિરતા, વિકાસ અને નિયમ-સંવાદ અને જવાબદારી પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે ભેગા થઈને કામ કરવા માટે સક્ષમ છે. ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં, ઝડપથી બદલાતી દુનિયામાં, આ પ્રકારના સંબંધોને મજબૂત કરવા એ આપણા નાગરિકો અને આવનારી પેઢીઓ માટે સુરક્ષા અને નક્કર તકોનું નિર્માણ કરવા સમાન છે. એક એવી મિત્રતા જે મજબૂત થઈ રહી છે. એત એવો સહકાર જે ભવિષ્યની તરફ જોઈ રહ્યો છે.



