ઘાનામાં સરકારી હેલિકોપ્ટર થયું ક્રેશ! રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સહિત 8 લોકોના મોત...

ઘાનામાં સરકારી હેલિકોપ્ટર થયું ક્રેશ! રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સહિત 8 લોકોના મોત…

અક્રા, ઘાનાઃ ઘાના દેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ઘાનામાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાના અહેવાલ પ્રકાશમાં આવ્યું છે. ઘાના સરકારે કહ્યું કે, આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સાથે આઠ લોકોનું મોત થયું છે.

આ હેલિકોપ્ટર આજે સવારે ઘાનાની રાજધાની અક્રાથી ઓબુઆસી ક્ષેત્રમાં જઈ રહ્યું હતું. પરંતુ થોડા સમય બાદ હેલિકોપ્ટપને રડારથી સંપર્ક તૂટી ગયો હતો. આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જો કે, કેવી રીતે હેલિકોપ્ટર ક્રેશ થયું તેની કોઈ જાણકારી પ્રકાશમાં આવી નથી.

રાષ્ટ્રપતિ આ દુર્ઘટના અંગે શોક અને સંવેદના વ્યક્ત કરી
આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જેમાં સંરક્ષણ પ્રધાન એડવર્ડ ઓમાન બોમાહ અને પર્યાવરણ પ્રધાન ઇબ્રાહિમ મુર્તલા મોહમ્મદનો પણ સામેલ છે.

ઘાના સરકારે આ અકસ્માતને ‘રાષ્ટ્રીય દુર્ઘટના’ ગણાવી છે. દુર્ઘટના અંગે ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાના ચીફ ઓફ સ્ટાફ જુલિયસ ડેબ્રાહે કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ અને સરકાર આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા અમારા સાથીદારોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે’.

ઘાના સરકારે આ અકસ્માતને ‘રાષ્ટ્રીય દુર્ઘટના’ ગણાવી
રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સાથે સાથે આ હેલિકોપ્ટરમાં ઘાના દેશની સત્તાધારી પાર્ટી નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ સવાર હતા. આ દુર્ઘટના ઘાના દેશ માટે એક મોટો ઝટકો છે.

કારણે કે, ઘાના દેશે એક સાથે પોતાના આઠ મોટા વ્યક્તિઓ ગુમાવ્યાં છે. આ દુર્ઘટના અંગે ઘાના દેશની સરકારે શોક વ્યક્ત કર્યો છે. જ્યારે હેલિકોપ્ટર શા કારણે ક્રેશ થયું તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…આ દેશના દરિયાકાંઠે બોટ પલટી જતાં મોટી દુર્ઘટના, 68નાં મોત અને 74 ગુમ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button