જર્મનીમાં બેકાબૂ થયેલી BMW કારે રાહદારીઓને કચડ્યા; 15 બાળકો ઘાયલ

બર્લિન: જર્મનીના બર્લિનમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક BMW કારે રાહદારીઓને કચડી નાખ્યાં છે. આ અકસ્માત બપોરે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
અકસ્માતમાં કુલ 15 બાળકો ઘાયલ થયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અકસ્માતમાં કુલ 15 બાળકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણને ગંભીર હાલતમાં બર્લિનની વિર્ચો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકો સાથે આવેલા એક પુખ્ત વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, ઘાયલોની સ્થિતિની ગંભીરતા અને તેમના નામ અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
જર્મનીમાં પહેલા પણ આવી અકસ્માતની ઘટનાઓ બની હતી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જર્મનીમાં પહેલા પણ આવી અકસ્માતની ઘટનાઓ બની હતી. તારીખ 20 ડિસેમ્બર 2024 ના રોજ જર્મનીના મેગ્ડેબર્ગમાં પણ આવો કાર અકસ્માત થયો હતો. તે અકસ્માતમાં 2 લોકોનું મોત થયું હતું. આ જ અકસ્માતમાં આશે 200 લોકોને ઈજાઓ પણ થઈ હતી. જ્યારે જર્મનીમાં ક્રિસમસની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ એકઠી થઈ હતી તે દરમિયાન એક કાર આવીને અકસ્માત સર્જો હતો. આ દરમિયાન એક કારચાલકે લોકોને કચડી નાખ્યા હતા.