જર્મનીના રાજદૂતને લાગ્યા ભારતીયતાના રંગ: નવી BMW કારમાં લટકાવ્યા લીંબુ-મરચા, શ્રીફળ પણ ફોડ્યું
નવી દિલ્હી: ભારતમાં કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલા તેની પૂજા કરવામાં આવે છે, અથવા તો શ્રીફળ ફોડવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશતા પહેલા ગૃહ પ્રવેશ પૂજા કરવામાં આવે છે. કાર ખરીદ્યા તેને કંકુ લગાવીને તિલક કરવામાં આવે છે. આ ઉપરાંત કારની અંદર લીંબુ અને મરચા પણ લટકાવવામાં આવે છે. પરંતુ આજે આ બંધી ચર્ચા એટલા માટે કરી રહે છીએ કારણ કે આજે કોઇ ભારતીયે નહિ પણ એક વિદેશી વ્યક્તિત્વે આ બધી બાબતો અનુસરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતે આ વીડિયોમાં BMW કારની સામે નાળિયેર ફોડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જર્મનીના રાજદૂત છે. જેમણે ભારતીય પરંપરાઓ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ભારતમાં વ્યાપેલી પરંપરાઓ પ્રત્યે તેમના લગાવને નવી કારની ખરીદી સમયે વ્યક્ત કરી છે. તેમણે ખરીદેલી નવી લક્ઝરી કારને ચલાવતા પહેલા તેની પૂજા કરી હતી, તેણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની પૂજા કરી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
ત્યારબાદ કારને ખરાબ નજરથી બચાવવા માટે પૂજા કરતા જોવા મળ્યા હતા. તેમણે કારમાં લીંબુ અને મરચું લટકાવ્યું હતું અને નાળિયેર પણ ફોડ્યું હતું. કોઇ એક વિદેશી ભારતીય પરંપરાનું પાલન કરી રહ્યા હોય, તે જોઈને જ યુઝર્સ ખુશ થઈ ગયા હતા. યુઝર્સે આ વીડિયો પર જોરદાર કોમેન્ટો પણ કરી હતી. ભારતીય માન્યતા અનુસાર નાળિયેરને શુકનનું સ્વરૂપ માનવામાં આવે છે.