ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

જ્યોર્જિયા મેલોની એકી ટસે કોને જોઇ રહ્યા હતા ? G-7 સમિટનો વિડીયો વાયરલ…

ટોરેન્ટો : કેનેડાના કનાનિસ્કિસમાં G-7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ એકત્ર થયા છે. જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ આમંત્રણ પણ ત્યાં પહોંચ્યા છે. જ્યારે આ કોન્ફરન્સમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની એકબીજાની બાજુમાં બેઠા હતા. આ દરમિયાન, જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તરફ જોઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે થોડીવાર આંખ મીંચ્યા વિના એકધારું જોઈ રહ્યા છે અને પછી પોતાનો ચહેરો ફેરવી લે છે.

જ્યોર્જિયા મેલોની મેક્રોન તરફ જોઈ રહી હતી
વીડિયો જોઈને એવું લાગે છે કે કદાચ મેક્રોન જ્યોર્જિયા મેલોનીને કંઈક કહેતા હતા પરંતુ તેમને તેમની વાત સાંભળવામાં રસ નહોતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક વાતચીત દરમિયાન કંઈક બોલી ગયા પછી ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની કેમેરા પર નજર ફેરવતા કેદ થયા હતા.

https://twitter.com/mamboitaliano__/status/1934870250144846250

જ્યોર્જિયા મેલોની કેમેરામાં કેદ થઇ
મળતી માહિતી અનુસાર, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચર્ચા માટે ભેગા થયેલા વિશ્વ નેતાઓ માટે બેઠક વ્યવસ્થામાં એકબીજાની બાજુમાં બેઠા હતા. બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવના ઇતિહાસને ધ્યાનમાં લેતા આ એક અસામાન્ય વ્યવસ્થા હતી.

મેલોનીએ પોતાનો ચહેરો છુપાવ્યો
આ મીટિંગ દરમિયાન, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બોલી રહ્યા હતા, ત્યારે મેક્રોન મેલોની તરફ ઝૂક્યા, તેમનું મોં ઢાંક્યું અને કંઈક બોલ્યા હતા. મેલોનીએ અંગૂઠો ઉંચો કરીને જવાબ આપ્યો. થોડીવાર પછી જ્યારે મેક્રોન ફરીથી ઝૂક્યા, ત્યારે આ વખતે મેલોનીએ પોતાનો ચહેરો છુપાવ્યો અને સ્પષ્ટ રીતે અસંતુષ્ટ દેખાતી હતી.

આપણ વાંચો : PM મોદી સાથેની સેલ્ફીમાં ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ એવું શું લખ્યું કે ટ્રેન્ડ થવા માંડ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button