નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે નાગરિકો ભારતના પીએમ મોદી જેવા નેતૃત્વની કેમ માંગ કરી?

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં શરૂ થયેલા જન આંદોલનથી રાજકીય સંકટ ઊભું થયું છે. Gen-Z યુવાનોના આ આંદોલને સરકારને હચમચાવી દીધી, જેના પરિણામે પૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડયું. સંસદમાં આગચંપી કરવામાં આવી અને 30 જેટલા લોકોના મોત થયા. આ સંકટ વચ્ચે નેપાળના નાગરિકો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતૃત્વની માંગ કરી રહ્યા છે, જે દેશને પ્રગતિ તરફ લઈ જાય.
Gen-Z આંદોલનથી નેપાળમાં ઉથલપાથલ
નેપાળમાં Gen-Z યુવાનોના આંદોલને રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં શરૂ થયેલા આ આંદોલને સરકારનું પતન કર્યું, જેના કારણે ઓલીએ રાજીનામું આપ્યું. સંસદ અને નેતાઓના નિવાસસ્થાનોને આગ લગાડવામાં આવી, અને આ હિંસામાં 30 જેટલા લોકોના મોત થયા. હવે નેપાળમાં વચગાળાની સરકારની રચના અને નવા નેતાની પસંદગીનો પ્રશ્ન ચર્ચા આવ્યો હતો ત્યારે યુવા આંદોલનકારીઓને જ્યારે પુછવામાં આવ્યું કે તેમને કેવા નેતાની જરૂર છે. ત્યારે નાગરિકો નરેન્દ્ર મોદી જેવા નેતાની માંગ કરી હતી, જે દેશને એક કરી પ્રગતિ તરફ લઈ જાય.
આ પણ વાંચો: નેપાળમાં 13,000 કેદીઓ જેલમાંથી ભાગી છૂટ્યા, સેનાના ગોળીબારમાં 5 કિશોર સહીત 7ના મોત
મોદી જેવા નેતાની માંગ
કાઠમંડુના એક યુવાને મીડિયાને જણાવ્યું હતું કે 35 કલાકમાં સરકાર બદલાઈ ગઈ, જે યુવાનો માટે મોટી વાત છે. હવે અમને અંતરિમ વડા પ્રધાનની જરૂર છે, અને ભવિષ્યમાં ચૂંટણીઓ થાય. અમે નરેન્દ્ર મોદી જેવા નેતાને સમર્થન આપીએ છીએ, જે દેશની પ્રગતિ માટે કામ કરે.” નેપાળના નાગરિકોનું માનવું છે કે મોદી જેવો નેતૃત્વ દેશને એક નવી દિશા આપી શકે છે. ઘણા લોકો એવા નેતાની ઈચ્છા રાખે છે જે રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે અને ભ્રષ્ટાચારને દૂર કરે.