નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિએ શાંતિની અપીલ કરતા કહ્યું, શક્ય એટલા પ્રયાસ કરું છું પણ… | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિએ શાંતિની અપીલ કરતા કહ્યું, શક્ય એટલા પ્રયાસ કરું છું પણ…

કાઠમંડુઃ નેપાળમાં Gen-Zઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને વર્તમાન સરકારને ઉથલાવી દીધી હતી. ગૃહ પ્રધાન અને વડા પ્રધાને પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું. હવે નેપાળમાં સત્તા કોના હાથમાં આપવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. એટલું જ નહીં, પરંતુ હવે સત્તા કોને આપવી તેને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા પ્રદર્શનકારીઓને ખાસ અપીલ પણ કરી છે. કારણે કે, નવા ચહેરા માટે પણ Gen-Zઓ એકબીજા સાથે ઝઘડી રહ્યાં છે. આ હિંસાને જોયા બાદ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલએ આજે એક પત્ર લખીને પ્રદર્શનકારી Gen-Zઓને શાંત રહેવા માટે અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળી ભાષામાં લખ્યો પત્ર

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પ્રદર્શનકારીઓને શાંત રહેવા માટે અપીલ કરતો નેપાળી ભાષામાં પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે લખ્યું કે, ‘હું બંધારણીય રીતે દેશમાં વર્તમાન જે પરિસ્થિતિનું નિર્માણ થઈ છે, તેમાંથી નીકળવા માટે અને લોકતંત્રની રક્ષા કરવા માટે સંભવ તમામ પ્રયત્ન કરી રહ્યો છું’. નેપાળમાં અત્યારે જે પ્રકારને વિરોધ થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા લોકોને આપવામાં આવેલો આ સંદેશ અતિ મહત્વનો સાબિત થશે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. પ્રદર્શનકારીઓ સરકારનો સંપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યાં છે.

પ્રદર્શનકારીઓને વિશ્વાસ રાખવા રાષ્ટ્રપતિની અપીલ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, નેપાળ અત્યારે ભડગે બળ્યું છે, 30થી વધારે લોકોનું મોત પણ થયું છે. પહેલા વર્તમાન સત્તાને ઉથલાવવા માટે અને હવે નવા ચહેરાને સત્તા પર રાખવા માટે હિંસા ભડકી છે.તેવામાં રાષ્ટ્રપતિએ પ્રદર્શનકારીઓને શાંત રહેવા માટે અને પોતાના પર વિશ્વાસ રાખવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કહ્યું કે, હું નિરંતર ચર્ચા-વિચારણા કરીને દરેક શક્ય એટલા પ્રયત્ન કરી રહ્યો છું કે, હવે એક બંધારણીય રીતે તેનો માર્ગ નીકળે, જે લોકતંત્રની રક્ષા કરે અને દેશમાં શાંતિ સાથે વ્યવસ્થા પણ કાયમ રાખે’.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button