ગાઝા પટ્ટી હવે ઈઝરાયલના તાબામાં, સામે આવી આ તસવીર…

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 39 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે હમાસ પર સંખ્યામાં રોકેટ હતા. જો કે આ રોકેટ ક્યાં પડ્યા અને કેટલું નુકસાન થયું તે અંગે કોઈ માહિતી મળી નથી. જોકે ઇઝરાયલના ગાઝા પર હજુ પણ હુમલા ચાલુ જ છે. ઈઝરાયલની ટેન્કોએ ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દીધો છે. આ દરમિયાન એક તસવીરમાં જોવા મળી હતી જેમાં ઈઝરાયલની સેનાએ ગાઝા સંસદ પર કબજો કરી લીધો છે.
આ ફોટો ઈઝરાયલની સેના દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં હમાસની સંસદમાં ઈઝરાયલના સૈનિકો જોવા મળી રહ્યા છે. ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝા સંસદ પર કબજો કરી લીધો છે. પેલેસ્ટાઈન સ્ટડીઝ ફોરમના વડા માઈકલ મિલ્સ્ટીને સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે આ ગાઝા શહેરની મધ્યમાં વિધાન પરિષદની ઇમારત છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 39 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધી યુદ્ધ રોકવા માટેની તમામ બાબતો નકામી સાબિત થઈ છે. આ દરમિયાન ઈઝરાયલે ફરી દાવો કર્યો છે કે ગાઝાની હોસ્પિટલો આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન બની ગઈ છે. પોતાની વાત સાબિત કરવા માટે ઈઝરાયલે એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં હમાસનો આતંકવાદી હોસ્પિટલની બહારથી રોકેટ ફાયર કરે છે. પછી હોસ્પિટલમાં દાખલ થાય છે. ઈઝરાયેલની ટેન્ક જમીન પરથી બોમ્બ વરસાવી રહી છે અને ઈઝરાયલની એરફોર્સ આકાશમાંથી બોમ્બ વરસાવી રહી છે.