ઇન્ટરનેશનલ

ગાઝા શાંતિ પ્લાન: પાકિસ્તાન લેશે યુ-ટર્ન? ટ્રમ્પના પ્રસ્તાવ પર શહબાઝ સરકારનો વિરોધ

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ગાઝામાં શાંતિ સમજૂતી કરાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. શાંતિ માટે પ્રસ્તાવ પણ જારી કર્યો હતો, જેમાં પાકિસ્તાને સમર્થન આપ્યું હતું અને ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગાઝા શાંતિ પ્લાનને લઈને પાકિસ્તાને 100 ટકા અમેરિકાનો સપોર્ટ કરશે. ટ્રમ્પના વહાલા થવા માટે શહબાઝ શરીફે પ્લાન પર મહોર મારી દીધી હતી, પરંતુ પાકિસ્તાનની જનતા જોરદાર વિરોધ કરી રહી છે અને જનતાના આક્રમક વિરોધને કારણે શહબાઝ સરકારે ‘યુ-ટર્ન’ લેવાની નોબત આવી શકે છે.

વિદેશ પ્રધાન ઈશાક ડારે ટ્રમ્પના 20 ‘સૂત્રીય શાંતિ પ્રસ્તાવ’ને અળગો રાખીને અમેરિકાનો દસ્તાવેજ હોવાનું નિવેદન આપ્યું છે. બીજી બાજુ ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીર આ શાંતિ-સમજૂતીના પક્ષમાં છે.

આ પણ વાંચો : ગાઝામાં હવે હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ; પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિએ આવું કેમ કહ્યું?

હવે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે દાવો કર્યો છે કે અમને જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, એ પ્રસ્તાવમાં કોઈ વાત નથી. અમે જે ઈચ્છીએ છીએ એને સામેલ કરવામાં આવશે. ટ્રમ્પવતીથી ગાઝામાં યુદ્ધવિરામ માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા સહિત આઠ આરબ અને મુસ્લિમ દેશોએ સમર્થન આપીને પ્રશંસા કરી હતી. આ દેશમાં હવે પાકિસ્તાન યુ-ટર્ન લઈ શકે છે.

ટ્રમ્પને પાકિસ્તાન પીએમ અને મુનીરનું સમર્થન

ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે જે લોકોનો ઉલ્લેખ કરું છું, તેમાં મોટા ભાગના લોકો અમારી સાથે છે, જ્યારે બાકી લોકો ફોન પર વાત થશે. પાકિસ્તાનના વડા પ્રધાન અને ફિલ્ડ માર્શલ શરુઆતથી અમારી સાથે છે. ઈશાક ડારે કહ્યું હતું કે ટ્રમ્પની યોજનામાં એક સ્વતંત્ર ટેક્નોક્રેટના નેતૃત્વ હેઠળ પેલેસ્ટાઈન સરકારની સ્થાપના કરવાન મુદ્દો સમાવિષ્ટ છે, જેમાં મોટા ભાગના પેલેસ્ટાઈનના લોકો સામેલ છે. ગાઝા પાકિસ્તાની સૈનિક મોકલવાનો નિર્ણય પણ ટોચના નેતાઓ લેશે, એમ સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો : અરબ અને મુસ્લિમ દેશોએ કર્યું ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત, જાણો 20-સૂત્રીય પ્લાનના મુખ્ય મુદ્દાઓ શું છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button