ગાઝામાં ભોજનની શોધમાં ભટકી રહેલા પેલેસ્ટિયનો પર ઈઝરાયલનું ફાયરિંગ, 20થી વધુ લોકોના મોત | મુંબઈ સમાચાર

ગાઝામાં ભોજનની શોધમાં ભટકી રહેલા પેલેસ્ટિયનો પર ઈઝરાયલનું ફાયરિંગ, 20થી વધુ લોકોના મોત

દેર અલ-બલાહ, (ગાઝા પટ્ટી): ઈઝરાયલે ગાઝામાં ભોજનની શોધમાં ભટકી રહેલા ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનોને ઈઝરાયલી સુરક્ષા દળોને મારી નાખ્યા હતા.

હોસ્પિટલના અધિકારીઓ અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર આજે ગાઝા પટ્ટીમાં ભોજનની શોધમાં ભટકી રહેલા ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનોને ઈઝરાયલના સુરક્ષાદળોએ મારી નાખ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કુપોષણથી મૃત્યુઆંક વધવાની સાથે સહાય સ્થળોની આસપાસ ભૂખ્યા લોકો ઉમટી રહ્યા છે અને તેમને ફાયરિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: નરસંહાર વચ્ચે ગાઝામાં રાહત! ઇઝરાયલ દરરોજ 10 કલાક હુમલા રોકવા તૈયાર

20 લાખથી વધુ વસ્તી ધરાવતા પેલેસ્ટિનિયન પ્રદેશમાં નિરાશા છવાઈ ગઈ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ઇઝરાયલની નાકાબંધી અને લગભગ બે વર્ષના આક્રમણને કારણે ત્યાં દુષ્કાળના ખતરો છે.

વિતરણ કેન્દ્ર તરફ જતા ભીડમાં સામેલ યુસુફ આબેદે કહ્યું હતું કે તેમના પર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેણે ઓછામાં ઓછા ત્રણ લોકોને લોહીથી લથપથ જમીન પર પડેલા જોયા હતા. તેણે કહ્યું હતું કે “ગોળીઓના કારણે હું રોકાઈને તેમની મદદ કરી શક્યો નહીં.

આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત

દક્ષિણ ગાઝામાં નાસેર હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમને અનેક વિતરણ સ્થળો નજીક મૃતદેહો મળ્યા છે, જેમાં તેનામાંથી મળેલા આઠ મૃતદેહો સામેલ છે. જે ખાન યુનિસમાં વિતરણ સ્થળથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે એક ખાનગી અમેરિકન અને ઇઝરાયલી સમર્થિત કોન્ટ્રાક્ટર છે જેણે બે મહિના કરતાં વધુ સમય પહેલા સહાય વિતરણ સંભાળ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button