ઇઝરાયલ હાઈ-પ્રોફાઈલ કેદીઓને મુક્ત નહીં કરે, ગાઝા સીઝફાયર વચ્ચે શરૂ થયો નવો વિવાદ…

રામલ્લાઃ ગાઝા સીઝફાયર બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. સીઝફાયરના બીજા દિવસે ઇઝરાયલ અને હમાસ વચ્ચે નવો વિવાદ શરૂ થયો છે. આ વિવાદને જોતા ગાઝા સીઝફાયરને ભંગ થશે તેવું લાગી રહ્યું છે. ગાઝા સીઝફાયરમાં એક કરાર કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે અને તેના બદલામાં ગાઝા બંધકોને છોડશે.
પરંતુ હવે ઇઝરાયલે એક મોટું નિવેદન આપ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઇઝરાયલે ખૂંખાર અને હાઈ-પ્રોફાઈક કેદીઓને છોડવાની ના પાડી દીધી છે. જેથી યુદ્ધ વિરામનો ભંગ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ઇઝરાયલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે બરઘૌતી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, યુદ્ધવિરામ કરાર હેઠળ બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓના વિનિમયની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ઇઝરાયલે પેલેસ્ટાઇનના પ્રસિદ્ધ નેતા મારવાન બરઘૌતીને છોડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પેલેસ્ટાઇન બરઘૌતીને પ્રમખ નેતા માને છે, જ્યારે ઇઝરાયલ તેને આતંકવાદી માને છે. અત્યારે બરઘૌતી ઇઝરાયલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હમાસ દ્વારા વારંવાર હાઇ-પ્રોફાઈક કેદીઓને છોડવા માટે માંગણી કરી છે. પરંતુ ઇઝરાયલ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી.
ઇઝરાયલે 250 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી જાહેર કરી
હમાસના એક વરિષ્ઠ અધિકારી મૂસા અબૂ મરજૂકે કહ્યું કે, બરઘૌતી હમાસ માટે એક મુખ્ય વ્યક્તિ છે, બરઘૌતીની મુક્તિ પેલેસ્ટિનિયન સંઘર્ષમાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. આ મામલે વાતચીત ચાલી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો, ઇઝરાયલે 250 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી પણ જાહેર કરી છે.
ઇઝરાયલે પોતાની સત્તાવાર વેબસાઇટ જે યાદી જાહેર કરી તે અંતિમ છે કે નહીં તે મામલે કોઈ સ્પષ્ટીકરણ થયું નથી. આ યાદીમાં કરાર હેઠળ મુક્ત થવાના કેદીઓના નામ શામેલ છે, પરંતુ મારવાન બરઘૌતીનું નામ શામેલ નથી. જના કારણે આ કરારમાં વિક્ષેપ આવી શકે તેવું લાગી રહ્યું છે. હમાસ વારંવાર માંગણી કરે છે, પરંતુ ઇઝરાયલ કોઈ પણ ભોગે હાઈ-પ્રોફાઈલ કેદીઓને છોડવા માટે તૈયાર નથી.
કોણ છે આ મારવાન બરઘૌતી?
મારવાન બરઘૌતીને ઇઝરાયલ આતંકવાદી માને છે. વિગતે વાત કરવામાં આવે તો, 2004માં ઇઝરાયલ પર જે આતંકી હુમલો થયો હતો તેમાં પાંચ લોકોના મોત થયાં હતાં. આ હુમલામાં મારવાન બરઘૌતીને આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તે ઇઝરાયલની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
મારવાન બરઘૌતીને છોડવાના નિર્ણયને ઇઝરાયલ મોટો ખતરો માની રહ્યું છે. હવે કેદીઓ અને બંધકોને છોડવાનો મુદ્દો વધારે સંવેદનશીલ બની રહ્યો છે. પરંતુ આખરે શું નિર્ણય આવે છે તે મામલે કઈ કહી શકાય તેમ નથી. હવે બન્ને પક્ષો વચ્ચે વાત વણસી શકે તેવું પણ લાગી રહ્યું છે.
આ પણ વાંચો…ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષનો અંત: ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોના પરિણામે ગાઝામાં બે વર્ષ બાદ યુદ્ધવિરામ…