ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Gaza: ઇઝરાયેલના હુમલામાં વધુ એક પત્રકારનું મોત, 50 દિવસમાં 6૦થી વધુ પત્રકાર માર્યા ગયા

હમાસે ગત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર રોકેટ મારો કર્યા બાદ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર સતત હુમલાઓ કરી નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર રહી છે. ઇઝરાયલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મુકીને ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પત્રકારોની પણ હત્યા કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના એક મેડિયા હાઉસના અહેવાલ મુજબ ગાઝા શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન પત્રકાર અમાલ ઝોહદના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, ઇઝરાયલી સેનાના હુમલામાં પત્રકાર સહીત તેમના આખા પરિવારનું મોત થયું છે.

ઝોહદની મોત સાથે હાલના ઇઝરાયલી આક્રમણની શરૂઆતથી ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા 63 થઈ ગઈ છે. આરોપ છે કે પેલેસ્ટિનિયન લોકો પર થતા અત્યાચારની વાત દુનિયા સુધીના પહોંચે એટલા માટે નીતિના ભાગ રૂપે ઇઝરાયલ પત્રકારોને ઇરાદાપૂર્વક નિશાન બનાવે છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પત્રકારોને ગાઝામાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ મિડલ ઈસ્ટ ડેસ્કના ઇન્ચાર્જ જોનાથન ડાઘરે જણાવ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝાના પત્રકારોની સુરક્ષા માટે,  રફાહ બોર્ડર ક્રોસિંગને ખોલવા અને આંતરરાષ્ટ્રીય પત્રકારોને અંદર પ્રવેશવા માટે દરમિયાનગીરી કરવા અપીલ કરીએ છીએ.

ગુરુવારે, પેલેસ્ટિનિયન વફા ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે અલ-નુસીરાત કેમ્પમાં આવેલા ફોટો જર્નાલિસ્ટ મોહમ્મદ અય્યાશના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર સહીત પરિવારનું મોત થયું હતું.

ઇઝરાયેલ માત્ર ગાઝાના પત્રકારોને જ નહીં પરંતુ લેબનનમાં રહેલા પત્રકારોને પણ નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ લેબનીઝ સરહદની આજુબાજુ રીપોર્ટીંગ કરી રહેલા મીડિયા હાઉસ અલ માયાદીનના સંવાદદાતા ફરાહ ઉમર, કેમેરામેન રબીહ મેમારી અને ફ્રીલાન્સર હુસૈન અકીલ મંગળવારે ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button