મેક્સિકોમાં ગેંગવોર, પાર્ટીમાં થયો ગોળીબાર, 12ના મોત અનેક ઘાયલ, જાણો શું છે મામલો | મુંબઈ સમાચાર

મેક્સિકોમાં ગેંગવોર, પાર્ટીમાં થયો ગોળીબાર, 12ના મોત અનેક ઘાયલ, જાણો શું છે મામલો

ગુઆનાજુઆટો: મેક્સિકોના ગુઆનાજુઆટોમાં એક પાર્ટી દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં 12 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે દેશના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે.

ગુઆનાજુઆટોના ઇરાપુઆટોમાં શહેરમાં સેન્ટ જોન દ બેપ્ટિસ્ટની ઉજવણી દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રસ્તા પર ડાંસ પાર્ટીમાં મશગુલ હતા. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં 12 લોકોના મોત થયા, જ્યારે લગભગ 20 અન્ય લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ પોલીસ હુમલાખોરોને ઓળખવાની કામગીરી હાથ ધરી છે.

આ ગોળીબારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાર્ટી દરમિયાન અચાનક ગોળીઓ ચલાવવામાં આવી હોવાનું દેખાય છે. લોકો ચીસો પાડતા અને ગોળીઓથી બચવા ભાગતા જોવા મળે છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું, “અમે આ દુઃખદ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, અને પીડિતોને ન્યાય મળશે.”

ગુઆનાજુઆટોમાં હિંસાનો ઇતિહાસ
ગુઆનાજુઆટોમાં આવી હિંસક ઘટનાઓ નવી નથી. ગત મહિને સેન બાર્ટોલો ડે બેરિયોસમાં એક કેથોલિક ચર્ચની પાર્ટી દરમિયાન ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા હતા. આ રાજ્ય મેક્સિકોના સૌથી હિંસક વિસ્તારોમાંથી એક છે, જ્યાં સંગઠિત ગુનાખોરીના ગેંગો નિયંત્રણ માટે લડે છે. આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં અહીં 1,435 હત્યાઓ નોંધાઈ છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી વધુ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button