ઇન્ટરનેશનલ

હમાસથી લઈને હિઝબુલ્લાહ… આતંકવાદીઓનો આકા છે કતાર

દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ આપે છે

કતાર તેના આતંકવાદ તરફી વલણ માટે વિશ્વભરમાં કુખ્યાત છે. કતાર એક મુસ્લિમ દેશ છે જે ઇસ્લામના નામે વિશ્વના લગભગ તમામ આતંકવાદી જૂથોને ભંડોળ પૂરું પાડે છે. અન્ય મુસ્લિમ દેશોથી વિપરીત, તે શિયા અથવા સુન્ની આતંકવાદી જૂથો વચ્ચે ભેદભાવ કરતું નથી. કતાર પાસેથી ભંડોળ મેળવવા માટેની એકમાત્ર લાયકાત મુસ્લિમ હોવું અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવું છે.

કતાર પોતાને સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક દેશોનો સૌથી મોટો માસ્ટર જાહેર કરવા માગે છે. આ માટે તે આતંકવાદી જૂથોને ભંડોળ પૂરું પાડે છે. કતારની સાઉદી અરેબિયા સાથે જૂની દુશ્મની છે. સાઉદી અરેબિયા સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક દેશોમાં સૌથી મજબૂત માનવામાં આવે છે અને કતાર આનાથી નારાજ છે. દુનિયાના અન્ય દેશો જાણે છે કે કતાર આતંકવાદી જૂથોનો સમર્થક છે, તેમ છતાં કોઈ દેશ કતાર વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નથી. તેનું સૌથી મોટું કારણ કતારની ભૌગોલિક સ્થિતિ છે અને તેની જમીન નીચે અબજો અને ટ્રિલિયન રૂપિયાનો ગેસ દટાયેલો છે. કતાર કદમાં ખૂબ નાનો દેશ છે, પરંતુ તેની વિદેશી હૂંડિયામણ અનામત 64.56 બિલિયન ડોલરથી વધુ છે. કતાર પાસે વિશ્વનો સૌથી મોટો ગેસ ભંડાર છે. કતાર તેનો રાજકીય હથિયાર તરીકે પણ ઉપયોગ કરે છે. કતારમાં અમેરિકાનું લશ્કરી મથક પણ છે, એટલે જ અમેરિકા ઈચ્છે તો પણ કતારનો વિરોધ કરી શકતું નથી. જો કોઈ દેશ કતારનો વિરોધ કરે છે તો પણ અમેરિકા તેની શક્તિથી તેને ચૂપ કરી દે છે.


કતારે ગુરુવારે જ આઠ ભારતીય નાગરિકોને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. કતારનો આરોપ છે કે અલજૈરા અલાલામી કન્સલ્ટન્સી એન્ડ સર્વિસીસના નામે કામ કરતા આ પૂર્વ નૌસેના અધિકારીઓએ ઈઝરાયેલને કેટલીક સંવેદનશીલ માહિતી લીક કરી હતી.


ભારત અને કતાર વચ્ચેના સંબંધો ઘણા સારા છે. ભારત તેની જરૂરિયાતના 90 ટકા ગેસની આયાત કતારથી કરે છે. આ સિવાય કતારની કુલ 25 લાખની વસ્તીમાં 6.5 લાખ ભારતીયો છે. આ ભારતીયો કતારમાં કામ કરે છે. તેઓ મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પોતાના દેશમાં મોકલે છે. આનાથી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય છે. કતારમાં ભારતની એમ્બેસી છે, જ્યારે કતારની દિલ્હીમાં એમ્બેસી અને મુંબઈમાં કૉન્સ્યુલેટ છે. ભારત અને કતાર વચ્ચે રાજકીય સંબંધો 1973માં સ્થાપિત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button