અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નોબેલ વિજેતા Jimmy Carter નું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી : અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ અને નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર જિમી કાર્ટરનું(Jimmy Carter) રવિવારે 100 વર્ષની વયે નિધન થયું છે. જીમી કાર્ટર 1977 થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેમની પ્રામાણિકતા અને માનવતાવાદી પ્રયાસો માટે તેમને સન્માન પણ મળ્યું હતું. ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ સ્થાપવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે 1978માં કેમ્પ ડેવિડ સમજૂતી કરાવી તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો 1 ઓક્ટોબર, 1924ના રોજ જન્મેલા કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સમય દરમિયાન તેમણે મધ્ય પૂર્વ સાથે અમેરિકાના સંબંધોનો પાયો નાખ્યો. રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે 1978ની કેમ્પ ડેવિડ સમજૂતી માટે યાદ કરવામાં આવે છે. જેણે મધ્ય પૂર્વમાં થોડી સ્થિરતા લાવી હતી. આ માટે તેમને વર્ષ 2022 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના અવસાન પર યુએસ પ્રમુખ જો બાઇડને શ્રદ્ધાંજલિ આપી. તેમને તેમના પ્રિય મિત્ર અને અસાધારણ નેતા તરીકે યાદ કર્યા. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકનો પર પૂર્વ રાષ્ટ્રપતિનું કૃતજ્ઞતાનું ઋણ છે. જીમી કાર્ટરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.