ઇન્ટરનેશનલ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડી હોવાના અહેવાલ છે. એક અહેવાલ મુજબ તેમણે વોશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ (Former US President Bill Clinton admitted to hospital) કરવામાં આવ્યા છે. ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને સોમવારે બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સંપૂર્ણ સંભાળ રાખવામાં આવી રહી છે.

એન્જલ યુરેનાએ કહ્યું કે ક્લિન્ટન ક્રિસમસ સુધીમાં ઘરે હશે એવી આશા છે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી, તેઓ ઠીક થઈ જશે. તેમને તાવ હતો અને તે ટેસ્ટ કરાવવાના હતાં. તેઓ સભાન છે અને યોગ્ય રીતે વાતચીત કરી રહ્યા છે.

બે ટર્મ માટે રાષ્ટ્રપતિ રહ્યા:
બિલ ક્લિન્ટને જાન્યુઆરી 1993 થી જાન્યુઆરી 2001 સુધી બે ટર્મ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા. તેમણે તાજેતરમાં ચૂંટણી દરમિયાન શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનને સંબોધિત કર્યું હતું અને કમલા હેરિસની માટે પ્રચાર કર્યો હતો.

તેમણે ઓગસ્ટ 2024 માં એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું મારા હૃદયના ઊંડાણથી આ કહેવા માંગુ છું. મને નથી ખબર કે હું આમાંથી કેટલા વધુ કાર્યક્રમોમાં હું હાજરી આપી શકીશ.”

Also Read – શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા:
વ્હાઈટ હાઉસ છોડ્યા પછીના વર્ષોમાં ક્લિન્ટ સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. 2004માં શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની બાયપાસ સર્જરી થઈ હતી. 2021 માં તેમને ચેપ લાગ્યો હતો જેના માટે તેમને કેલિફોર્નિયામાં છ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ક્લિન્ટનના સહાયકે કહ્યું હતું કે તેમના લોહીના પ્રવાહમાં પ્રવેશતા યુરોલોજિકલ ચેપ માટે સારવાર લેવી પડી હતી. સહાયકના જણાવ્યા અનુસાર તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button