બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના દોષી જાહેર, પ્રદર્શનકર્તાઓને આપ્યો હતો આવો આદેશ

ઢાકાઃ બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શેખ હસીનાના મામલામાં પાનાનો નિર્ણય છ ભાગમાં આવી રહ્યો છે. ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ જજની ટ્રિબ્યુનલ આ નિર્ણય સંભળાવી રહી છે. આ ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદ અને જસ્ટિસ મોહમ્મદ મોહિતુલ હક એનામ ચૌધરી પણ સામેલ છે.
ટ્રિબ્યુનલે કહ્યું કે, અમે માનવાધિકાર સંગઠનો અને અન્ય સંગઠનોના અનેક અહેવાલો પર વિચાર કર્યો છે. અમે ક્રૂરતાઓની વિગતો પણ આપી છે. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ અપરાધ કર્યા છે. ટ્રિબ્યુનલે નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાનો આદેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે, અવામી લીગના કાર્યકરો કથિત રીતે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પાર્ટી નેતૃત્વની સંપૂર્ણ જાણકારી સાથે સુનિયોજિત હુમલાઓ કર્યા હતા. આ ઉપરાંત ટ્રિબ્યુનલે જણાવ્યું કે, મોટા ભાગની મૃત્યુ બંગલાદેશી સુરક્ષા દળો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પેલેટ્સથી ભરેલી સેનાની બંદૂકોમાંથી છોડાયેલી ગોળીઓના કારણે થઈ હતી. શેખ હસીનાની સરકારમાં સેના, પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન દ્વારા ન્યાય પ્રક્રિયાથી હટીને હત્યાઓ કરવામાં આવી હતી.
આ ટ્રિબ્યુનલ માત્ર નામથી જ આંતરરાષ્ટ્રીય (ઇન્ટરનેશનલ) છે, તેની પાસે કોઈ આંતરરાષ્ટ્રીય સત્તા અથવા ઓળખ નથી. શેખ હસીનાએ નિર્ણય પહેલાં પોતાના સમર્થકોને મોકલેલા એક વીડિયો સંદેશમાં પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, “તેઓ ભલે નિર્ણય આપે, મને તેની પરવા નથી.”
ઉલ્લેખનીય છે કે, વધતી જતી અરાજકતા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં ભારતમાં રહે છે.જોકે, તેની બાદ બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી છે. પરંતુ ભારતે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો…શું શેખ હસીના બાંગ્લાદેશ પાછા જશે? એક ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાના ઇચ્છા…



