સિંગાપોરમાં ભારતીય મૂળના પાંચ લોકોને જેલ સાથે કોરડા મારવાની સજા, જાણો કેમ?

સિંગાપોરઃ સિંગાપોરમાં એક હોટલમાં ભૂતપૂર્વ બાઉન્સરની હત્યા મામલે ભારતીય મૂળના પાંચ લોકોને બેથી ત્રણ વર્ષની જેલ અને કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. શ્રીધરન અલંગોવાનને 36 મહિનાની જેલ અને છ કોરડા મારવાની સજા આપવામાં આવી છે. મનોજ કુમાર વેલાયનથમને 30 મહિનાની જેલની સજા અને ચાર કોરડા મારવાની સજા આપવામાં આવી છે.
શશિકુમાર પકિરસામીને 24 મહિનાની જેલ અને બે કોરડા મારવાની સજા અપાઇ હતી. પુથેનવિલા કીથ પીટરને 26 મહિનાની જેલ અને ત્રણ કોરડા મારવાની સજા અપાઇ હતી. રાજા ઋષિને 30 મહિનાની જેલ અને ચાર કોરડા મારવાની સજા મળી હતી.
આ લોકોને 2023માં સિંગાપોરમાં કોનકોર્ડ હોટેલ અને શોપિંગ મોલમાં તોફાનો કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 30 વર્ષીય શ્રીધરન, 32 વર્ષીય મનોજકુમાર અને 34 વર્ષીય શશિકુમાર એક સિક્રેટ સોસાયટીના સભ્ય હતા. એસવેન પચન પિલ્લ સુકુમારન પર અગાઉ હત્યાનો આરોપ મૂકાયો હતો, કારણ કે તેણે કથિત રીતે 29 વર્ષના ભૂતપૂર્વ બાઉન્સર મોહમ્મદ મોહમ્મદ મોહમ્મદ ઇસ્માઇલની હત્યા કરી હતી.
25થી 33 વર્ષની વચ્ચેના અન્ય છ લોકોને કોર્ટના દસ્તાવેજોમાં સહ આરોપી તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા જેમણે રમખાણોમાં ભાગ લીધો હતો. 30 વર્ષીય અસવેન પચન પિલ્લઇ સુકુમારન પર અગાઉ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો કારણ કે તેણે કથિત રીતે 29 વર્ષીય પૂર્વ બાઉન્સર મોહમ્મદ ઇસરત મોહમ્મદ ઇસ્માઇલની હત્યા કરી હતી. 25થી 33 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા છ અન્ય લોકોને કોર્ટે દસ્તાવેજોમાં સહ આરોપીઓ ગણાવ્યા હતા જેઓ રમખાણમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો…Video: રનવે પર લેન્ડ કરી રેહલા વિમાન સામે બીજું વિમાન આવી ગયું, પાયલોટે આવી રીતે ટાળી દુર્ઘટના…
નોંધનીય છે કે 19, ઓગસ્ટ 2023ના રોજ અનેક આરોપીઓ સહિત લગભગ 10 લોકોનું એક ગ્રુપ કોનકોર્ડ હોટલ અને શોપિંગ મોલમાં ક્લબ રૂમર્સમાં દારૂ પી રહ્યા હતા. જ્યારે ઇસરત અને શાહરૂલનિઝમ, જે ઇસરતના લગ્નની આમંત્રણ પત્રિકા ક્લબના કર્મચારીઓને આપવા આવ્યા હતા. તે લોકો આરોપી વ્યક્તિઓની સામે ક્લબના એન્ટ્રી ગેટ પાસે બેઠા હતા.
પછી સવારે લગભગ છ વાગ્યે ક્લબ બંધ થઇ રહી હતી તે સમયે ઇસરત અને આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી. જે દરમિયાન પૂર્વ બાઉન્સર પર અનેક વખત ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં ક્લબ રૂમર્સ સ્ટાફ ઇસરતને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ ઇસરતને મૃત જાહેર કર્યો હતો.