ગણપતિ વિસર્જનના કાર્યક્રમ પછી હિન્દુ કમ્યુનિટી સેન્ટરમાં લાગી આગ, કારણ શું?

લંડનઃ પૂર્વ લંડનમાં એક હિન્દુ કમ્યુનિટી સેન્ટરમાં આગ લાગી હતી, જેના કારણે બિલ્ડિંગને નુકસાન થયું હતું. લંડન ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઈમારતને ખૂબ નુકસાન થયું હતું.
ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કોઈના મોતના થયાના કોઈ સમાચાર નથી. ઇલ્ફોર્ડમાં ક્લીવલેન્ડ રોડ પર શ્રી સોરઠિયા પ્રજાપતિ કમ્યુનિટી સેન્ટરને શનિવારે ગણપતિ વિસર્જન કાર્યક્રમ માટે સજાવવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમુદાયના લોકો પ્રાર્થના અને ઉત્સવ માટે ભેગા થયા હતા.
કેટલાક સ્થાનિક રિપોર્ટ અનુસાર આગ લાગવા પાછળનું એક સંભવિત કારણ ફટાકડા ફોડવાનું હોઈ શકે છે. જ્યારે મેટ્રોપોલિટન પોલીસે કહ્યું હતું કે તેને આ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હોય.
મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જોકે ઇમારતને ખૂબ નુકસાન થયું છે. આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ તબક્કે તપાસ ટીમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે તે જાણી જોઈને લગાવવામાં આવી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક સમુદાયની સહાયતા માટે રેડબ્રિજ કાઉન્સિલ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. રહેવાસીઓને ધુમાડાને કારણે બારીઓ અને દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે. મેટ પોલીસે જણાવ્યું હતું કે તેમના અધિકારીઓને નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આગની જાણ થઈ હતી અને તેમણે લંડન ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
લંડન ફાયર બ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમને ગઈકાલે રાત્રે 11 વાગ્યે ઇલફોર્ડના ક્લીવલેન્ડ રોડ પર એક ઇમારતમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં કમ્યુનિટી સેન્ટર સંપૂર્ણપણે સળગી ગયું હતું.