પેરિસમાં એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ આગ, ત્રણના મૃત્યુ
પેરિસઃ શહેરમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
આ ઇમારત પેરિસના 11મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે. પ્રાથમિક માહિતી અનુસાર, રુ ડી ચારોન પર એક બિલ્ડિંગના 7મા માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. બિલ્ડિંગમાં ગેસ કનેક્શન ન હોવાને કારણે વિસ્ફોટ શાના કારણે થયો હશે તે પડોશીઓ સમજી શકતા નથી.
છેલ્લા થોડા વર્ષોમાં આ ત્રીજી વખત છે કે રાજધાનીમાં કોઈ બિલ્ડિંગની અંદર વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. લે પેરિસિયન અનુસાર, 12 જાન્યુઆરી, 2019 ના રોજ રુ ડી ટ્રેવિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે 21 જૂન, 2023 ના રોજ, 277 રુ સેન્ટ-જેક્સમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોએ જીવ ખોયા હતા.
હાલમાં તો આ ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી પણ વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે ઘટનાની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.