ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં આર્થિક સંકટ, આજ રાત સુધી આ બીલ પાસ નહીં થાય તો…

વોશિંગ્ટન: નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 20મી જાન્યુઆરીના રોજ પદ ગ્રહણ કરશે, પરંતુ તેમની સામે ગંભીર પડકારો ઉભા છે. યુએસમાં ગંભીર આર્થિક સંકટ (Financial crisis in USA)ઉભું થયું છે, સ્થિતિ એટલી વણસી ગીઓ છે કે દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પુરતું ભંડોળ નથી. યુએસમાં શટ ડાઉન થવાની શક્યતા (USA Shut Down) છે. ભંડોળ એકત્ર કરવા માટે, યુએસ કોંગ્રેસમાં ગુરુવારે (19 ડિસેમ્બર) રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સમર્થન આપ્યું હતું. જો કે આ બિલ પસાર ન થઇ શક્યું.

ડેમોક્રેટ્સનો વિરોધ:
અહેવાલ મુજબ શટડાઉન રોકવાના ઉદ્દેશ્ય સાથે ગઈ કાલે ગુરુવારે રાત્રે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવિત બિલને ટ્રમ્પે સમર્થન આપ્યું હતું. જોકે, વિપક્ષી ડેમોક્રેટ્સે બીલનો જોરદાર વિરોધ કર્યો હતો. અહેવાલ મુજબ ડેમોક્રેટ્સ ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં તેમને કોઈ રાજકીય લાભ આપવા માંગતા ન હતા, જેના કારણે તેઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.

માત્ર ડેમોક્રેટ્સે જ નહીં પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલને સંસદમાં 174-235ના માર્જિનથી ફગાવી દેવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના 38 સાંસદોએ પણ તેની વિરુદ્ધ વોટ કર્યો હતો.

શટડાઉનની શક્યતા:
અમેરિકાને સરકારી ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળની જરૂર છે, આ ફંડ લોન દ્વારા એકત્ર કરવામાં આવે છે, જેના માટે સંસદમાં બિલ પસાર કરવામાં આવે છે. આ વખતે બીલ પસાર થઈ શક્યું ન હતું. આનો અર્થ એ થયો કે હાલ યુએસ સરકાર તેના ખર્ચ માટે જરૂરી ભંડોળ મેળવી શકશે નહીં. જો આ બિલ પાસ નહીં થાય તો સરકારી કામકાજ અટકી જશે અને શટડાઉનની સ્થિતિ સર્જાશે.

આજ રાત સુધીનો સમય:
સરકાર પાસે શટડાઉન રોકવા માટે આજે શુક્રવાર રાત સુધીનો સમય છે. જો આ બિલ સમયસર પસાર નહીં થાય તો અમેરિકામાં શટડાઉન જાહેર કરવામાં આવશે. જેની સીધી અસર અમેરિકન અર્થતંત્ર અને વહીવટીતંત્ર પર પડશે.

Also Read – પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી

શટડાઉનની શું અસર થશે?
જો શટડાઉન થશે તો અમેરિકાની સમગ્ર ફેડરલ સિસ્ટમને અસર થશે. લગભગ 20 લાખ સરકારી કર્મચારીઓને તેમનો પગાર નહીં મળે અને તેમને રજા પર મોકલવામાં આવશે, ઘણી સરકારી સંસ્થાઓને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે, એરપોર્ટસને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડશે, આ ઉપરાંત ઘણી સર્વિસને ગંભીર અસર પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button