ફ્રાન્સમાં ફિલ્મી ઢબે પોલીસના કાફલા પર હુમલો કરીને કેદીને છોડાવ્યો અને
પેરિસઃ ફ્રાન્સમાં ફિલ્મી ઢબે જેલ તોડીને કેદીને ભગાવી જનારી સશસ્ત્ર ગેંગને ઝડપવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગેંગે એક કેદીને છોડાવવા માટે બે જેલ અધિકારીઓની હત્યા કરી દીધી હતી અને અન્ય ત્રણ અધિકારીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.
ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને જણાવ્યું હતું કે ગુનેગાર મોહમ્મદ અમરાને લઇને જઇ રહેલા કાફલા પર હુમલો કરીને તેને ભગાડી જનારી ગેંગને પકડવા માટે અનેક પોલીસ જવાનોને કામે લગાડવામાં આવ્યા છે. આ હુમલાના કારણે સમગ્ર ફ્રાન્સમાં ખળભળાટ મચી ગયો હતો. માર્યા ગયેલા પોલીસ અધિકારીઓને પેરિસ અને અન્યત્ર જેલની બહાર બુધવારે મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
આ પણ વાંચો : અમેરિકાનો યુ-ટર્ન, ઈઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત
મંત્રીએ આરટીએલ રેડિયો પર વાત કરતા આશા વ્યક્ત કરી હતી કે અમરાને જલદી ઝડપી લેવામાં આવશે. તેમણે કહ્યું કે હુમલાખોરોને શોધવા માટે 450 અધિકારીઓને તૈનાત કરાયા છે.
તેમણે કહ્યું હતું કે પોલીસનો કાફલો રુએનમાં કોર્ટની સુનાવણી પછી અમરાને લઇને એવરેક્સના નોર્મેન્ડી શહેરમાં જેલમાં પાછો લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે એ154 ફ્રીવે પર કાફલા પર હુમલો કરાયો હતો. 30 વર્ષીય અમરા ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. જેના પર લૂંટ અને અન્ય ગુનાઓ માટે ઓછામાં ઓછી 13 વખત સજા થઇ છે.
હુમલામા માર્યા ગયેલા અધિકારીઓમાંથી એક 52 વર્ષીય કેપ્ટન હતો, જ્યાં તેણે લગભગ 30 વર્ષ કામ કર્યું હતું. માર્યા ગયેલા અન્ય એક અધિકારીની ઉંમર 34 વર્ષ હતી અને તે પણ પરિણીત હતો.