ઇન્ટરનેશનલનેશનલ

પૂર્વ કોંગોમાં હુમલામાં 50 લોકોનાં મોતઃ સરકાર-બળવાખોરોનો આમનેસામને આરોપ

ગોમા (કોંગો): કોંગોના યુદ્ધથી પ્રભાવિત પૂર્વીય ક્ષેત્રમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સરકાર અને રવાન્ડા સમર્થિત બળવાખોરોએ હિંસા માટે એકબીજા પર આરોપો લગાવ્યા હતા. ક્ષેત્રના સૌથી મોટા શહેર ગોમામાં અને તેની આસપાસના રહેવાસીઓએ ફરી હિંસાની જાણકારી આપી હતી.

જેના પર એમ23 બળવાખોરોનું નિયંત્રણ છે. આ સંઘર્ષ કતાર અને આફ્રિકન રાષ્ટ્રો બંને દ્વારા ચાલી રહેલા શાંતિના પ્રયાસો માટે અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો છે જેણે પ્રાદેશિક યુદ્ધનો ભય ઉભો કર્યો છે.

ગોમાના રહેવાસી અમ્બોમા સફારીએ જણાવ્યું કે કેવી રીતે તેમના પરિવારના ચાર સભ્યોએ શુક્રવારે રાત્રે ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટો સાંભળીને પલંગ નીચે રાત વિતાવી હતી. સફારીએ કહ્યું હતું કે “અમે સૈનિકોના મૃતદેહ જોયા, પરંતુ અમને ખબર નથી કે તેઓ કયા જૂથના છે.

આપણ વાંચો: કોંગોના પ્રમુખ શહેર પર વિદ્રોહીઓનો કબજોઃ એકતરફી યુદ્ધવિરામની કરી જાહેરાત

જાન્યુઆરીમાં કોંગો અને એમ23 બળવાખોરો વચ્ચે દાયકાઓથી ચાલતું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હતું જ્યારે બળવાખોરોએ પૂર્વીય કોંગો શહેર ગોમા પર કબજો કર્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં બુકાવુ શહેર પર કબજો કર્યો હતો.

તાજેતરની લડાઈમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા છે અને વિશ્વના સૌથી મોટા માનવતાવાદી સંકટમાંના એકની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી જેમાં લગભગ 70 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

કાંગોના ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવાર અને શનિવાર વચ્ચે ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા, જેમાં ગોમાની કાયશેરો હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરાયેલ એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જેમાં એમ23 પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

આપણ વાંચો: જામનગરમાં કોંગો ફીવરને કારણે આધેડનું મોતઃ આરોગ્ય વિભાગ જારી કરી હેલ્થ ગાઈડલાઈન્સ

એમ23 પ્રવક્તા લોરેન્સ કાન્યુકાએ એક નિવેદન જાહેર કરીને હુમલા માટે કોંગોની સેના અને તેમના સાથીઓને દોષિત ઠેરવ્યા હતા. કાન્યુકાએ કહ્યું હતું કે સ્થાનિક મિલિશિયા અને દક્ષિણ આફ્રિકન સૈનિકો સાથે કોંગોના સંયુક્ત ઓપરેશ આ પ્રદેશમાં “નાગરિકોની સ્થિરતા અને સુરક્ષાને સીધી રીતે ખતરામાં નાખે છે.

ગોમા સહિત ઉત્તર કિવુ પ્રાંતના નાગરિક સમાજના નેતા ક્રિશ્ચિયન કલામોએ જણાવ્યું હતું કે શનિવારે ઓછામાં ઓછો એક મૃતદેહ શેરીઓમાં જોવા મળ્યો હતો. એ જાણવું મુશ્કેલ છે કે સેના કે બળવાખોરોએ હુમલો કર્યો હતો. હવે અમને ખબર નથી કે શું થશે. અમે ડર સાથે જીવીએ છીએ એવું વિચારીને કે યુદ્ધ ફરી શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button