યુએસમાં H-1B વિઝા પર ફી બાદ ભારતીયો માટે કેનેડાના દરવાજા ખુલશે! માર્ક કાર્નેએ આપ્યા આવા સંકેત

ઓટાવા: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ H-1B વિઝા પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યા છે, H-1B વિઝા પર 1,00,000 યુએસ ડોલરની ફી લાગુ કરવામાં આવતા યુએસની કંપનીઓને મોટો ફટકો પડ્યો છે, ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓને. હવે ટેક પ્રોફેશનલ્સ અન્ય દેશોમાં નોકરી તરફ જોઈ રહ્યા છે, એવામાં યુએસનો પાડોશી દેશ વિદેશી ટેક પ્રોફેશનલ્સ આકર્ષવા માટે તૈયારી કરી રહ્યું છે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે વિદેશી પ્રતિભાઓને આકર્ષવા માટે તેમની સરકાર કેનેડાની ઇમિગ્રેશન પોલિસી સમીક્ષા કરી રહી છે. શનિવારે લંડનમાં પત્રકારો સાથે વાત કરતા કાર્નેએ કહ્યું, “સ્પષ્ટ વાત એ છે કે જે લોકોને અગાઉ H-1B વિઝા મળી જતાં હતાં, તેમને આકર્ષવાની તક ઉભી થઇ છે.”
યુએસ કંપનીઓ કેનેડાની ઓફિસોમાં ભરતી વધારશે:
માર્ક કાર્નેની આ ટીપ્પણી મહત્વની છે, યુએસ ટેક સેક્ટરમાં સૈથી વધુ વિદેશી કર્મચારીઓ ભારતના છે. યુએસના H-1B વિઝા ધારકોમાં 72% થી વધુ હિસ્સો ભારતીયોનો છે. ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે નવી H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડોલરની ફી લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ યુએસની કંપની ટેક કંપનીઓમાં ભારતીયો કર્મચારીઓની ભરતી ખર્ચાળ થઇ જશે, ત્યારે ભારતીય ટેક પ્રોફેશનલ્સ કેનેડા તરફ જોઈ શકે છે.
સાન ફ્રાન્સિસ્કો સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર વાય કોમ્બીનેટરના સીઈઓ ગેરી ટેને એક નિવેદનમાં જણાવ્યું, “અમેરિકન શહેરોને બદલે વાનકુવર અથવા ટોરોન્ટો જેવા શહેરોમાં વધુ પ્રગતિ થઇ શકે છે.”
એક અહેવાલ મુજબ, Amazon.com Inc., Microsoft Corp. અને Alphabet Inc. જેવી ટેક જાયન્ટ્સ કંપની ઓફિસો કેનેડિયન શહેરોમાં પણ છે, તેઓ યુએસમાં H-1B વિઝાની ફી ચૂકવવાને બદલે કેનેડાની ઓફિસોમાં ભરતી વધારી શકે છે.
યુકે અને જર્મની જેવા અન્ય દેશો પણ ટેક સેક્ટરના ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે,
આ પણ વાંચો…H-1B વિઝા અંગે મોટા સમાચાર: શું ડોનાલ્ડ ટ્રમ્પ મારશે યુટર્ન? આ પ્રોફેશનના લોકોને મળી શકે છે છૂટ…