ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પૂર્વે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટઃ છ લોકોનાં મોત…

ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પાકિસ્તાન ચર્ચામાં છે, તેમાંય વળી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયા પછી ટીમ પર તો પસ્તાળ પડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો થયા છે ત્યારે આજે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અકોરા ખટ્ટક સ્થિત દારુલ ઉલમ હક્કાનિયા મદરેસામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ હુમલામાં છ લોકોનાં મોત થયા છે.
Also read : 1,000 મજૂરની મદદથી 1800 કરોડના ખર્ચે લાહોરનું સ્ટેડિયમ બન્યું, પણ પાકિસ્તાનને એકેય મૅચ ન રમવા મળી!
બોમ્બ વિસ્ફોટમાં જમીયત ઉલેમા-એ ઈસ્લામ-સામી (જેયુઆઈ-એસ)ના પ્રમુખ મૌલાના હામિદ-ઉલ-હક હક્કાનીનું મોત થયું છે, જે મૌલાના સમી ઉલ હકનો દીકરો છે. મૌલાના સમી-ઉલ હકને ફાધર ઓફ તાલિબાન પણ કહેવાય છે.
ઐતિહાસિક મદરેસામાં થયેલા આત્મઘાતી હુમલામાં હામિદ ઉલ હકના દીકરાનું મોત થયું છે. ખૈબર પખતુનખ્વાના મુખ્ય પ્રધાનના આઈટી એડવાઈઝર બેરિસ્ટર મોહમ્મદ અલી સૈફે કહ્યું હતું કે હુમલા પછી અહીંના આરોગ્ય વિભાગના તમામ હોસ્પિટલમાં ઈમર્જન્સી જાહેર કરી છે.
મૌલાના સમી ઉલ હકના મોટા દીકરા હામિદ ઉલ હક ઈસ્લામી વિદ્વાન અને 2002થી 2007 સુધી નેશનલ એસેમ્બલીના પૂર્વ સભ્ય હતા. પોતાના પિતાની હત્યા પછી જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયાના કુલપતિ અને જેયુઆઈ-એસના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું. 2023માં ધાર્મિક કૂટનીતિના ભાગરુપે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની ધાર્મિક વિદ્વાનોના એક પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું હતું અને તાલિબાન નેતાઓની સાથે વાતચીત કરી હતી.
આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પાકિસ્તાનમાં આંતરિક વિગ્રહની સાથે વધતા આતંકવાદી હુમલાને કારણે લોકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. ઈસ્લામી કટ્ટરવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે, જ્યારે સામે પક્ષે સરકાર પણ સંસાધનોની ફાળવણીમાં પણ ભેદભાવ કરતી હોવાનો દાવો કરવામાં આવી છે.
Also read : સિંગાપોરમાં ભારતીય મૂળના પાંચ લોકોને જેલ સાથે કોરડા મારવાની સજા, જાણો કેમ?
અફઘાનિસ્તાનમાં તાલિબાન વિચારધારા અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના સમર્થક હામિદ ઉલ હક પણ કટ્ટરવાદીઓનો શિકાર બન્યા હતા.