સોનાની દાણચોરીમાં સંડોવણી બદલ નેપાળના પૂર્વ સ્પીકરની ધરપકડ
કાઠમંડુ: નેપાળ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને શાસક પક્ષના વરિષ્ઠ સભ્ય કૃષ્ણ બહાદુર મહારાની સોનાની દાણચોરીના મોટા કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ માટે તેમને કાઠમંડુ લાવવામાં આવ્યા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓવાદી કેન્દ્ર)ના ઉપાધ્યક્ષ મહારાની, કપિલવસ્તુ જિલ્લાના પાકડીમાંથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી અને ભૈરહવા એરપોર્ટથી રાજધાની લાવવામાં આવ્યાં હોવાનો અહેવાલ હતા.
મીડિયાના અહેવાલ અનુસાર રાજધાનીમાં આગમન પછી ૬૫ વર્ષીય મહારાને ઝડપથી લાઝીમપાટમાં નેપાળ પોલીસના કેન્દ્રીય તપાસ બ્યુરોમાં લઈ જવામાં આવ્યા હતા.
સીઆઈબીના પ્રવક્તા હોબિન્દ્ર બોગાટીએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સ્પીકર વિરુદ્ધ કેસ તૈયાર કરીને એટર્ની જનરલની ઓફિસમાં મોકલવામાં આવશે. મહારાને તેના રિમાન્ડ વધારવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નેપાળના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રબી લામિછાનેએ રવિવારે પોલીસને મોટા પાયે સોનાની દાણચોરી અંગે તપાસ પંચના અહેવાલને અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો, જેમાં આ કેસમાં મહારાની “સંડોવણી” તરફ ધ્યાન દોર્યું હતું, તેવું અહેવાલમાં જણાવાયું છે.
હાઈ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળના પંચે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ મળ્યા પછી, ગૃહ પ્રધાન લામિછાણેએ તેને વડા પ્રધાન પ્રચંડને સુપરત કર્યો હતો, જેના પગલે શુક્રવારે કેબિનેટે તપાસ પંચની ભલામણોને લાગુ કરવાનો નિર્ણય લીધો.
ગયા વર્ષે મોટરસાઇકલના બ્રેક શૂઝની અંદર છુપાવવામાં આવેલા ૬૦ કિલો સોનાની દાણચોરીમાં પોલીસ તપાસમાં થયેલી ક્ષતિઓનો અભ્યાસ કર્યા બાદ કમિશને તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો અને ડિસેમ્બર ૨૦૨૨માં ઇ-સિગારેટમાં ૯ કિલો સોનું છુપાવવામાં આવ્યું હતું, એમ રિપોર્ટમાં જણાવાયું છે.